- ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ
- સકકારની SOP પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો
- વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પૂર્વે શાળાના વર્ગોને સેનેટાઇઝ કરાયાં
બનાસકાંઠાઃ કોરોના મહામારીને કારણે દેશમાં થયેલા લોકડાઉનના 11 મહિના બાદ ફરી એકવાર 18 ફેબ્રુઆરીથી અપર પ્રાયમરીની શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઇ છે. સરકાર દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરાયું છે. અંબાજી પંથકની અપર પ્રાયમરીમાં ધોરણ 6 થી 8ના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ કરાતા શાળાનું પ્રાંગણમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી.
એક બેન્ચમાં માત્ર એક વિદ્યાર્થી બેસશે
સરકારની SOP પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પૂર્વે શાળા વર્ગોને સેનેટાઇઝ કરાયા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને માસ્ક સાથે સેનેટાઇઝ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગખંડમાં પણ એક બેન્ચ ઉપર માત્ર એક વિદ્યાર્થીને બેસાડી કોવિડ-19ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી એક વાર શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. શિક્ષણ કાર્યના પ્રથમ દિવસથી જ શિક્ષકોએ પણ નિયમ મુજબના અભ્યાસક્રમ ભણાવાની શરૂઆત કરી હતી.
ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, શાળાના વર્ગોને સેનેટાઇઝ કરાયાં પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની માત્ર 30 થી 40 ટકા જ હાજરી
નવા શિક્ષણ કાર્યના પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની માત્ર 30 થી 40 ટકા જેટલી જ હાજરી જોવા મળી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓ વાલીની સહમતિ માટેના પત્રો સાથે જોવા મળ્યા હતાં. શાળાના આચાર્ય દ્વારા જણવામાં આવ્યું હતું કે બાળકો ઘરે કંટાળ્યા હતા. શાળાઓ શરુ થતાં વિધ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. સરકારી ગાઈડ લાઈન પ્રમાણે બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને વાલીઓના મતે બાળકોને ઓનલાઈન શિક્ષણ મળતું હતું પણ ઈન્ટરનેટના પ્રશ્નનના કારણે બાળકો ભણી શકતાં નહોતાં. પણ સરકારે શાળાઓ શરુ કરીને બાળકોના હીતમાં પગલું ભર્યુ છે જે સારી બાબત.