- બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રાખડીને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધનના પર્વ પર કોરોના ગ્રહણ
- કોરોના મહામારી ના કારણે બહારથી આવતી રાખડીઓ થઈ બંધ
- રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી એમ છતાં બજારો સૂમસામ
- રાખડીઓના વેપારીઓને ધંધામાં ૫૦ ટકા જેટલું નુકસાન
બનાસકાંઠા:ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટ્લે રક્ષાબંધનનો તહેવાર રક્ષાબંધનના દિવસે બહેન હેતથી તેના ભાઈની કલાઈ પર રક્ષા સ્વરૂપે રાખડી બાંધતી હોય છે. બહેનો માટે આ તહેવાર ખૂબ જ મહત્વ રાખે છે. અને એટલા જ માટે રક્ષાબંધનના પર્વ પર બહેન તેના ભાઈની કલાઈ પર જે રાખડી બાંધે છે તે રાખડી બધાથી અનોખી હોય તેવી રાખડીની પસંદગી કરતી હોય છે.કલાકો સુધી રાખડીઓ જોયા બાદ રાખડીની પસંદગી કરતી હોય છે. અને એટલા જ માટે રક્ષાબંધન પર્વ પર રાખડી બનાવતા કારીગરો પણ અલગ અલગ વેરાયટીની રાખડીઓ બનાવતા હોય છે. જે રાખડીઓનું વેચાણ બજારોમાં થતા લોકો તેની મોટી સંખ્યામાં ખરીદી કરતાં નજરે પડતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે રાખડીઓના ધંધા-રોજગાર પર મોટી અસર જોવા મળી રહી છે અને વેપારીઓ પણ ગ્રાહકો વગર દુકાનોમાં બેઠેલા નજરે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:બૉયકૉટ ચાઈના પ્રોડક્ટઃ આ વર્ષે બજારમાં મળશે 'સ્વદેશી રાખડી'
રાખડીઓમાં વેરાયટીઓ થઈ બંધ
છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસના આતંકના પગલે રાખડી બનાવતા કારીગરોએ રાખડીઓની વેરાયટી મર્યાદિત કરી દેતા અત્યારે બજારોમાં મર્યાદિત ડિઝાઇનની જ રાખડીઓ ઉપલબ્ધ છે. રાખડીઓની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે રક્ષાબંધનના પર્વને લઈ બહેનો પોતાના ભાઈઓ માટે જે રાખડીઓ ખરીદવા બજાર પહોંચી રહી છે તે બહેનોને મર્યાદિત ડિઝાઇનની રાખડીઓ જ મળતી હોવાથી આ બહેનોમાં નિરાશા જોવા મળી રહી છે. તો આ તરફ બજારોમાં સતત મંદીના કારણે હાલમાં વેપારીઓને રાખડીમાં 45 ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે આમ તો રાખડી ખરીદવા માટે દર વર્ષે મહિલાઓ મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળતી હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે બજારોમાં પણ મહિલાઓ ઓછી સંખ્યામાં જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓને આ વર્ષે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.