- દિલ્હીમાં થયેલ રીંકુ શર્માની હત્યાનો મામલો પાલનપુરમાં ગરમાયો
- વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી ઉગ્ર રજૂઆત
બનાસકાંઠા: દિલ્હીમાં રામજન્મભૂમિ નિધિ સંગ્રહ ટ્રસ્ટમાં જોડાયેલા રીંકુ શર્માની હત્યાના કેસના પડઘા હવે પાલનપુરમાં પણ પડવા લાગ્યાં છે. રીંકુ શર્મા નામના યુવકને જય શ્રીરામ બોલી રામ જન્મભૂમિ મંદિર નિધિ માટે ફંડ ઉઘરાવતી વખતે લઘુમતી સમાજના યુવકોએ રીંકુના ઘરે પહોંચી ચાકુ વડે ઘા મારી તેની નિર્મમ હત્યા કરી હતી. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાથી હવે આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, જય શ્રીરામનો નારો લગાવવા માટે એક યુવકની હત્યા કરાઈ છતાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને હિન્દુત્વની વાતો કરતી ભાજપ સરકાર ચૂપ બેઠી છે, ત્યારે હવે આ મામલે પાલનપુરમાં પણ આરોપીઓ સામે આક્રોશની ઘટના સામે આવવા લાગી છે.