- પાલનપુરમાં 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
- ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય
- ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુર થી 61 કિલોમીટર રહ્યું હતું
બનાસકાંઠાઃ આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર(Banaskantha Palanpur) ખાતે આજે વહેલી સવારે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો(Earthquake tremors ) આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ પાલનપુર થી 61 કિલોમીટર રહ્યું હતું. આ ભૂકંપના આચકા પાલનપુર સહિત આજુબાજુના અનેક ગામડાઓના લોકોએ અનુભવાયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી પરંતુ લોકોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપથી લોકોમાં ભય
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આજે બીજીવાર સવારે 3.1 તીવ્રતાના ભૂકંપના આંચકા (3.1 magnitude earthquake)અનુભવાયા હતા. મોટાભાગના તમામ તાલુકાઓમાં ભૂકંપના આંચકાનો( Palanpur earthquake )અનુભવ થતા લોકો પણ ઘરની બહાર આવી ગયા હતા અને અચાનક આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ભય પણ જોવા મળ્યો હતો. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે પાલનપુર થી 61 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ રહ્યું હતું આ ભૂકંપમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
આ પણ વાંચોઃરાજ્યના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, આગમચેતી રૂપે જિલ્લા કલેક્ટરોને અપાઈ સૂચના
આ પણ વાંચોઃઅમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકને માર મારનાર આરોપીઓ ઝડપાયા