- બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા
- પાલનપુરમાં સતત ત્રીજા દિવસે ધરતીકંપના આંચકા
- ત્રણેય ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાન
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી લોકો ભૂકંપના(Earthquake in Banaskantha) આંચકાનો અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડી રાત્રે પણ રાજસ્થાન પાસે 2.26 વાગે 4.6ની તીવ્રતાનો ભૂકંપની અસર પાલનપુર સુધી જોવા મળી હતી. બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતા પાલનપુર(Earthquake in Palanpur) સુધી ધરા ધ્રુજી ઊઠી હતી.
આમ, બનાસકાંઠા જિલ્લામાં(earthquake 2021) સતત ત્રણ દિવસથી રાત્રિના સમયે લોકો ધરતીકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે, બે દિવસ અગાઉ પણ પાલનપુરથી ઉત્તર પશ્ચિમ (gujarat earthquake 2021) તરફ 136 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.
ત્રણ વખત ભૂકંપ છતાં કોઈ નુકસાની નઈ