બનાસકાંઠાઃ જિલ્લામાં સોમવારે ઈકબાલગઢમાં લોકો ભૂકંપના આંચકાનો (Earthquake in Banaskantha)અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંભનું કેન્દ્ર બિંદુ રાજસ્થાન છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 22 કિલોમીટર દૂર ઇકબાલગઢ પાસે 7.48 વાગે 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસરો પાલનપુર સુધી જોવા મળી હતી. સાંજે ભૂકંપ આવતા જ પાલનપુર સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આજે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ તાલુકામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 2.4 તીવ્રતાના ભૂકંપના આંચકા (2.4 magnitude earthquake shakes Iqbalgarh )આવતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટ પંથકમાં ભૂકંપના આંચકા, દ્રશ્યો CCTVમાં કેદ
એક જ વર્ષમાં ત્રીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા-આમ તો બનાસકાંઠા જિલ્લામાં (Earthquake in Banaskantha)સતત એક વર્ષમાં ત્રીજી વાર લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે, અગાઉ પણ પાલનપુર થી ઉત્તર પશ્ચિમ તરફ 136 કિલોમીટર દૂર 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 22 કી. મી દૂર ઈકબાલગઢ પાસે હોવાનું જાણવા મળ્યું ફરી આવ્યો આંચકો- ત્યારબાદ બીજી વાર પાલનપુરથી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી. આમ વર્ષમાં ત્રીજી બનાસકાંઠા (Earthquake in Banaskantha)જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે આ ત્રણેય ભૂકંપના આંચકા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.
આ પણ વાંચોઃ શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?