1986થી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થતાં વાંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના લીધે પશ્ચિમ બંગાળ,આસામ વગેરે રાજયોમાંથી આવતો વાંસ ઉપયોગમાં લેવાય છે. પરંતુ કોરોના બાદ જે વાંસ 150 રૂપિયામાં મળતો હતો તેની કિંમત 200 રૂપિયા થઈ જતાં વાંસની જુદી જુદી બનાવટોના ભાવ પણ વધી ગયા છે. બીજીતરફ ભાવ વધવાથી વાંસની ચીજવસ્તુઓની ખરીદીમાં સીધો 50 ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે. જેને લીધે આ વ્યવસાય સાથે સંકળાયેલા વાદીસમાજના લોકો સ્થાનિક સ્તરેથી મળતાં સસ્તાં વાંસ પરનો પ્રતિબંધ હટાવી લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા માગ કરી રહ્યાં છે.