- પાલનપુરની ચાર દુકાનોમાં આઇફોન કંપની અને એલસીબીના દરોડા
- ચાર દુકાનોમાં વેચાતો ડુપ્લીકેટ આઇફોન કંપનીનો માલ કરાયો જપ્ત
- રૂ.5.50 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
- શહેરની જાણીતી મોબાઇલની દુકાનોના માલિકો સામે નોંધાયો કોપી રાઈટનો કેસ
પાલનપુર-પાલનપુર શહેરની ચાર જાણીતી મોબાઈલ કંપનીઓ આઈફોનની એસેસરીઝનું ડુપ્લિકેશન કરતી હોવાની ફરિયાદ આઈફોન બનાવતી કમ્પનીએ બનાસકાંઠા પોલીસને કરી હતી. જેને આધારે આજે એલ.સી.બી.પોલીસ અને મોબાઈલ કંપનીએ શહેરની ઇ મોલ,અંબિકા મોબાઈલ,અમન મોબાઈલ અને પટેલ મોબાઈલમાં દરોડા પાડ્યાં હતા. જે દરમિયાન આઈફોન બનાવતી કંપનીની નકલી એસેસરીઝ ચારેય દુકાનોમાંથી મળી આવી હતી. જેને આધારે પોલીસે ચારેય દુકાનોમાંથી કુલ રૂપિયા 5.50 લાખનો મુદ્દામાલ કબજે લઈ ચારેય દુકાનમાલિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.