જ્યારે તેની પાછળ બેઠેલ અન્ય એક સવારને ગંભીર ઈજાઓ થતા અંબાજીની કોટેજ હોસ્પિટલ લઇ જવાયો હતો ,જ્યાં તેનુ પણ મૃત્યુ નીપજતા આદીવાસી સમાજમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. જોકે આ ઘટનામાં બાઈક ચાલક જંબેરા ગામથી અંબાજી તરફ આવી રહ્યો હોય, ત્યારે પસાર થઈ રહેલી એસટી બસ નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો.
ST બસ સાથે બાઇકનો અકસ્માત થતાં બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત - Gujarati News
અંબાજીઃ રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે શુક્રવારે બપોરે સુમારે અંબાજી નજીક પાનસા પાસે એક બાઈક એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક એસટી બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.
![ST બસ સાથે બાઇકનો અકસ્માત થતાં બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3437298-thumbnail-3x2-amb.jpg)
એસટી બસ સાથે બાઇકનો અકસ્માત થતા ઘટનાસ્થળે મૃત્યુ
આ ઘટનાને લઇ એસટી બસ ચાલક બસ મુકી ફરાર થઈ ગયો હતો. જોકે આ એસટી બસ ચાણસ્મા ડેપોની અંબાજી ચાણસ્મા રૂટની હતી પોલીસ તથા એસ.ટી ડિવિઝનના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે આવી પોહચ્યા હતા. મૃતકના પરિજનોમાં ભારે રોકકળ જોવા મળ્યું હતું.
એસટી બસ સાથે બાઇકનો અકસ્માત થતા ઘટનાસ્થળે મૃત્યુ