બનાસકાંઠાઃજિલ્લાના અંબાજીમાં વીજચોરી થતી હોવાની જાણ થતાં UGVCLની ટીમે દરોડા પાડ્યા હતા. વીજચોરી પકડવા માટે કંપની અભિયાન ચલાવી રહી છે. અંબાજીના પાડલિયાના નવાવાસ ફળિયામાં કેટલાક લોકો વીજચોરી કરતા હોવાનું જાણવા મળતા ટીમે દરોડા પાડ્યા હતા. જોકે, તે વખતે સ્થાનિકોએ તેમની પર હુમલો કર્યાનો આક્ષેપ કંપનીના કર્મચારીઓએ કર્યો હતો.
આ પણ વાંચો8 માસમાં 131 કરોડ રુપિયાની વીજચોરી, અધધ ગ્રાહકો વીજચોરી કરતાં ઝડપાયા
નવાવાસ વિસ્તારમાં વીજચોરી થતી હોવાનું સામે આવ્યુંઃ નવાવાસ વિસ્તારમાં UGVCLએ દરોડા પાડી આદિવાસી વિસ્તારની દુકાન તેમ જ રહેણાક વિસ્તારમાંથી વીજચોરી ઝડપી પાડી હતી, જેને લઈ UGVCLના કર્મચારીઓને સ્થાનિક વીજચોરો દ્વારા હુમલો થયા હોવાની પણ ઘટના બની હતી. આને લઈ અંબાજી નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા 4 શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે જ કંપનીના કર્મચારીઓ તેમ જ સ્થાનિક લોકો સામસામે આવી જતા વીજ કંપની દ્વારા પાડલીયાને નવાવાસ વિસ્તારનો સંપૂર્ણ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો
સ્થાનિકોમાં તર્કવિતર્કઃ તેમ જ સતત એક સપ્તાહથી વીજ પૂરવઠો બંધ રહેતા સ્થાનિકોમાં અનેક તર્કવિતર્ક થતા 2 ભાગ પડી ગયેલા જોવા મળ્યા હતા. તેમાં કેટલાક લોકો ફરી વીજ પૂરવઠો ચાલુ કરી આપવા અને વીજચોરી નહીં કરવા ખાતરી અપાતા UGVCLના કર્મચારીઓ અંબાજી અને UGVCLના પોલીસ કાફલા સાથે નવાવાસ ગામે પહોંચી વીજચોરી માટે ઉપયોગમાં લેવાયેલા વાયરો કબજે લેવાની તજવીજ હાથ ધરી હતી, જ્યાં આદિવાસી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
વીજ પૂરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવાયોઃ અંબાજી પોલીસે આ આદિવાસી લોકોને સમજણ પાડી વીજચોરી ન કરવા સમજણ આપી હતી. ત્યારે ગ્રામજનોએ UGVCLના અધિકારીને ખાતરી આપતા ફરી આવી વીજચોરીનો બનાવ નહીં બને ત્યારે UGVCLના એમડી પુનિત જોષીના માર્ગદર્શન હેઠળ નવાવાસને પાડલીયા વિસ્તારનો વીજ પુરવઠો ફરી રાબેતા મુજબ ચાલુ કરી દેવાયો હતો.
આ પણ વાંચોEnergy Department Raid રાજ્યભરમાં ઊર્જા વિભાગનું સઘન ચેકિંગ, 397 ગેરકાયદેસર વીજ જોડાણ કાપ્યા
આદિવાસીઓનો ઉગ્ર વિરોધઃ જોકે, આજે એકત્રિત થયેલા આદિવાસી લોકોએ એવી પણ દલીલ કરી હતી. સાથે જ તેમણે વિવિધ તેવા પેમ્પલેટ પણ પ્રદર્શિત કર્યા હતા. આ સાથે જ પોસ્ટર પ્રદર્શિત કરી વીજ કનેક્શન કાપવા બાબતે ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા હતા.