- બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદની અછત
- ડેમમાં પાણીની આવક ન હતા ખેડૂતો માટે ચિંતાનો વિષય વધ્યો
- અમારા સમયમાં વરસાદ નહીં થાય તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ વધશે
બનાસકાંઠા: પશુપાલન અને ખેતી જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે. જેના માટે પાણી એ સૌથી અગત્યનો સ્ત્રોત છે. ગત વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયો ખાલીખમ રહ્યા હતા. જ્યારે આ વર્ષે પણ બે માસ જેટલો લાંબો સમય વરસાદી સિઝનને થઈ ગયો હોવા છતાં જળાશયોમાં નવા નીરની આવક થઇ નથી.
ઉપરવાસમાં નહિવત વરસાદથી બનાસકાંઠાના ત્રણેય જળાશયોના દેખાયા તળિયા આ પણ વાંચો: વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતો બન્યા પાયમાલ, સરકાર ખેડૂતોની વ્હારે આવે એવી આશા
દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પાણી ન માત્ર જેવું રહ્યું છે
સિપુ ડેમ સદંતર ખાલી છે. જ્યારે દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પાણી ન માત્ર જેવું રહ્યું છે. ખેડૂતો આ પ્રકારની પરિસ્થિતિને લઈને ચિંતામાં છે. જિલ્લામાં ઓછા વરસાદના કારણે જળસંકટના વાદળ ઘેરા બની રહ્યા છે. જો વરસાદ નહીં થાય તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની પણ મહામારી સર્જાશે.
ઓછા વરસાદના કારણે જળાશયોમાં એક ટીપું નવું પાણી આવ્યું નથી
બનાસકાંઠાના જળાશયોમાં જુલાઇ માસના અંત સુધીમાં વરસાદી સિઝનનું સરેરાશ 50 ટકા જેટલું પાણી આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ઓછા વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં એક ટીપું નવું પાણી આવ્યું નથી. જીલ્લાના જળાશયોના અધિકારીઓનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસાની સીઝનમાં આવતા સરેરાશ પાણીના આવકની સામે આ વર્ષે પાણીની આવક શૂન્ય છે. જેના કારણે જળાશયો ખાલીખમ છે.
જિલ્લામાં જળસંકટની ભીતિ
રણની કાંધિને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશયના હાલ તળિયા દેખાઈ રહ્યા છે. આ વર્ષે ચોમાસુ નબળું રહ્યું છે અને દાંતીવાડામાં અડધું ચોમાસુ વીતી જવા છતાં હજુ સુધી નવા પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.
ત્રણેય જળાશયોના દેખાયા તળિયા દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર આઠ ટકા છે
દાંતીવાડા જળાશય બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી છે અને આ જળાશયની કુલ સપાટી 604 ફૂટની છે અને અત્યારે ડેમમાં પાણી 550.90 ફૂટ છે અને ડેમમાં પાણીના જથ્થાની ટકાવારીની વાત કરવામાં આવે તો અત્યારે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર આઠ ટકા છે. સામાન્ય રીતે આ ડેમમાં જે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેમાથી 10 ટકા જેટલો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવે છે. પરંતુ અત્યારે તો ડેમમાં જે પાણીનો જથ્થો છે તે પીવાના પાણી માટે અનામત રાખવાના જથ્થા કરતાં પણ ઓછો છે. એટલે આગામી સમયમાં બનાસકાંઠા જીલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે.
આ પણ વાંચો- ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો નોંધાતા જિલ્લા વહીવટી તંત્રએ ચોમાસુ પાકને બચાવવા જાહેર કરી એડવાઇઝરી
બનાસકાંઠા જીલ્લામાં ભૂગર્ભના જલસ્તર ખૂબ જ ઊંડા ગયા
બનાસકાંઠા જીલ્લામાં ભૂગર્ભના જલસ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં તો ભૂગર્ભના પાણી પણ ખલાસ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લો હવે વરસાદ આધારિત છે, ત્યારે બનાસકાંઠા ડેમની વર્તમાન સમયમાં જે પરિસ્થિતી છે તે પરિસ્થિતી યથાવત રહી અને આગામી સમયમાં વરસાદ નહીં વરસે તો બનાસકાંઠા જીલ્લામાં દુષ્કાળ પડે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.