અંબાજી મંદિરમાં મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 07:30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 06.00 કલાકે કરાશે. જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 12.30 કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સાંજની 7ઃ00 વાગ્યાની આરતી બપોરે 3:30 થી 4:00 કલાકે સ થશે. અંબાજી મંદિરના દર્શન સાંજના 4:30 કલાક સુધી ખુલ્લા રહેશે અને ત્યાર બાદ મંદિર બંધ રહેશે. ત્યાર બાદ બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે. જ્યાર બાદ અંબાજીના દર્શન અને આરતી રાબેતા મુજબ કરાશે.
ચંદ્ર ગ્રહણના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર - Gujarati News
અંબાજીઃ મંગળવારની રાત્રીએ ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક વિધિ અને પુજા-અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોય છે. જેને લઈને 16 જુલાઈએ અષાઢ સુદ પુનમની રાત્રીના 2:30 થી 4:00 સુધી ચંદ્રગ્રહણને લઈ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
![ચંદ્ર ગ્રહણના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3848413-thumbnail-3x2-ambaji.jpg)
ambaji
ચંદ્ર ગ્રહનના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો
અંબાજી મંદિર ચંદ્ર ગ્રહણના કારણે બદલાયેલો સમય આ પ્રમાણે રહેશે
સવારે આરતી | 06:00 થી 06:30 |
સવારે દર્શન | 06:30 થી 11:30 |
બપોરે દર્શન | 12:30 થી 02:00 |
સાંજની આરતી | 03:30 થી 04:00 |
સાંજના દર્શન 4:00 થી 4:30 અને ત્યાર બાદ મંદિર સતદંર બંધ રહેશે. અંબાજી મંદિરના દર્શન અને આરતી બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે અને ત્યાર બાદ રાબેતા મુંબજ દર્શન અને આરતી કરવામાં આવશે.