ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજસ્થાનમાં લૉકડાઉન હોવાથી અંબાજીથી 6 કિમી દૂર આવેલી છાપરી સરહદ 24 મે સુધી સીલ

રાજસ્થાનમાં સરકારે 24 મે સુધી 14 દિવસ માટેનું લૉકડાઉન લગાવ્યું છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક રાજસ્થાન રાજ્યની છાપરી સરહદને સીલ કરી દેવામાં આવી છે. આથી અનેક પ્રવાસી વાહનોને પરત વળવાનો વારો આવ્યો હતો.

રાજસ્થાનમાં લૉકડાઉન હોવાથી અંબાજીથી 6 કિમી દૂર આવેલી છાપરી સરહદ 24 મે સુધી સીલ
રાજસ્થાનમાં લૉકડાઉન હોવાથી અંબાજીથી 6 કિમી દૂર આવેલી છાપરી સરહદ 24 મે સુધી સીલ

By

Published : May 11, 2021, 11:22 AM IST

  • અંબાજીની નજીક આવેલી છાપરી સરહદ સીલ
  • રાજસ્થાનમાં લૉકડાઉન લાગવાથી સરહદ સીલ કરાઈ
  • પ્રવાસીઓએ વાહનોને પરત વાળવાનો વારો આવ્યો

બનાસકાંઠાઃ રાજસ્થાન સરકારે 24 મે સુધી રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી 6 કિલોમીટર દૂર આવેલી છાપરી સરહદને સીલ કરી દેવામાં આવી છે. એટલે કે હવે 24 મે સુધી આ સરહદ બંધ રહેશે.

આ પણ વાંચોઃકોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત

પ્રવાસીઓએ વાહનોને પરત વાળવાનો વારો આવ્યો

માલવાહક વાહનોને અવરજવર માટે છૂટછાટ

અંબાજીથી 6 કિલોમીટર દૂર આવેલી રાજસ્થાન રાજ્યની છાપરી સરહદને સીલ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં લૉકડાઉન લાગવાથી તમામ સરહદ સીલ કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓએ પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે, માલવાહક વાહનોને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃરાજસ્થાન સરકારે સોમવારથી 14 દિવસના લોકડાઉનનો કર્યો આદેશ, રાજ્યની સરહદો પણ સીલ કરાશે

અંબાજી એસટી ડેપોની આવક 80 ટકા ઘટી

ગુજરાતમાંથી રાજસ્થાનના માઉન્ટ આબુ તરફ જવાના વાહનોની ભારે અવરજવર આ સરહદ પરથી રહેતી હોય છે, પરંતુ રાજસ્થાનમાં સંપૂર્ણ લૉકડાઉન થતા માઉન્ટ આબુ તરફ જતો જોવા મળ્યો ન હતો. રાજસ્થાન રોડવેઝની એસટી બસો સહિત ગુજરાત નિગમની બસો પણ બંધ કરી દેવામાં આવી છે. અંબાજી ડેપોથી પાડોશી રાજ્ય રાજસ્થાનમાં 12 જેટલી ટ્રીપ ચાલતી હોય છે, જે હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાની અસર અંબાજી ડેપો ઉપર જોવા મળી છે. અંબાજી એસટી ડેપોની આવક માં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યાં 289 બસની ટ્રીપ ચાલતી હતી. તેમાંથી હવે માત્ર 60 ટ્રીપ જ ચાલી રહી છે. જ્યારે 49 જેટલા શિડયુલ રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.

પ્રવાસીઓએ સરહદ પર ઉતારી દેવાતા પગપાળા જવું પડ્યું હતું

જોકે, સરકારમાંથી બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ પ્રમાણે જ ચાલુ રહેશે. જ્યારે કેટલાક વાહનચાલકો, પ્રવાસીઓને સરહદ ઉપર જ ઉતારી દેતા પગપાળા જવાની ફરજ પડી હતી. રાજસ્થાન રોડવેઝની એસટી બસો સહિત ગુજરાતનિગમ ની બસો પણ બંધ કરાતા અંબાજી એસટી ડેપોની આવકમાં 80 ટકા ઘટાડો નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details