દાંતીવાડાઃ આમ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખૂબ જ મોડો શરૂ થયો છે. પરંતુ છેલ્લાં બે દિવસથી બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બનાસકાંઠામાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયો પણ તળીયાઝાટક હતાં. પરંતુ સતત વર્ષી રહેલા વરસાદના કારણે હાલ આ ત્રણેય જળાશયોમાં પાણીની આવક વધી છે જેથી લોકોમાં ખુશી વ્યાપી છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થયો - પાણી
બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બનાસકાંઠાના જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
અત્યારે જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઇ ગઇ છે અને ડેમમાં પાણીની આવક વધતાં સપાટી 567.70 ફૂટે પહોંચી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યાના વાદળો ભાગી ગયાં છે. આ વર્ષે સારા વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે દાંતીવાડા ડેમના આજુબાજુના તાલુકાઓમાં ખેતરોના પાણીમાં તળ ઊંચા આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સુંદર વાતાવરણથી ડેમનો નજારો પણ રમણીય બન્યો છે, જેને જોવા માટે આજુબાજુના લોકો પણ ડેમ સાઈટ પર આવી રહ્યાં છે, ડેમમાં પાણી વધતાં આજુબાજુના વિસ્તારોમાં પણ પાણીના તળ ઊંચા આવતા ખેડૂતો મોટો ફાયદો થશે.