ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત - રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષા

બનાસકાંઠાના ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંશોધક વૈજ્ઞાનિક ડો.યોગેશ પવારને ખેતીમાં ખૂબ જ નવા અભિગમથી અનેક નવીન ખેતીમાં આઈડિયા રોપ્યા છે, તેમને અત્યાર સુધીમાં હજારો ખેડૂતોને માર્ગદર્શન આપી સફળ ખેડૂત બનાવ્યા છે, જેમની સેવા જોતા અત્યાર સુધી તેમને 7 નેશનલ અને 2 ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે.

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત
ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત

By

Published : Dec 19, 2020, 10:27 PM IST

  • ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવાર ખેતીક્ષેત્રે પ્રગતિ
  • ખેતીમાં ખૂબ જ નવા અભિગમથી અનેક નવીન ખેતીમાં આઈડિયા રોપ્યા
  • હજારો ખેડૂતોને માર્ગદર્શન આપી સફળ ખેડૂત બનાવ્યા

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવાર આમ તો મહારાષ્ટ્રના પુના ગામના વતની છે અને તેમને બાગાયતમાં તેમને પી.એચ.ડી સુધી અભ્યાસ કર્યો છે અને 2015થી તેમને ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે શરૂઆત કરી હતી, જે બાદ ધીરે ધીરે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો સાથે યોગેશ પવાર મુલાકાત કરી હતી અને જ્યા બનાસકાંઠા જિલ્લો ખેતીક્ષેત્રે નુકસાન વેઠી રહ્યો હતો. ત્યારે યોગેશ પવાર દ્વારા બહારના રાજ્યોની ખેતી પદ્ધતિ કરવાની રીત બનાસકાંઠા જિલ્લામાં લાવી અને ખેડૂતોને નવી ખેતી તરફ વાળ્યા હતા, ધીરે-ધીરે 2020 સુધી બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો પોતાની ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો માટે ડો. યોગેશ પવાર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે, તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી અનેક ખેડૂતોએ અને વિદ્યાર્થીઓ ખેતીક્ષેત્રે સારી માહિતી પણ મેળવી રહ્યા છે.

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત

ડો.યોગેશ પવાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ ખેત પદ્ધતિ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ઉનાળા ઋતુમાં મલ્ચીંગ પદ્ધતિમાં મરચા અને ટેટીના આંતરપાક, ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરીનું વાવેતર, ભારતમાં સૌપ્રથમવાર એટોમેટીક પ્લાન્ટરથી વાવેલા બટાકામાં લસણનું આંતરપાક, ગુજરાતમાં સૌપ્રથમવાર જીરેનીયમની ખેતીની શરૂઆત કરાવેલ છે. જૈવિક ખેતી તેમજ દાડમની ખેતી કરતા ખેડૂતોને સલાહ સુચન કરી ખેતી ખર્ચમાં ઘટાડો કરી ઘણા ખેડૂતોને આર્થિક ફાયદો કરાવેલ છે. ખેડૂતોને મશરૂમની તાલીમ આપી આ ખેતીની પણ શરૂઆત બનાસકાંઠામાં કરાવેલ છે. એમની આ નવી નવી તકનીકો બીજા જિલ્લા તેમજ બીજા રાજ્યોના ખેડૂતોએ પણ આપનાવેલ છે.

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત

ડો.યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ મળેલ ખેડૂતોને એવોર્ડ

ડો.યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ 18 જેટલા એવોર્ડ મેળવેલ છે. બનાસકાંઠા જિલ્લોએ મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યાર સુધી થોડી ઘણી ખેતી કરી અને પોતાનું જીવન ગુજારતા હતા, પરંતુ ડીસા ખાતે કાર્યરત ડો.યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ દર વર્ષે નવી ખેતીની શરૂઆત કરે છે, જેમાં અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત

ડો.યોગેશ પવારને મળેલ એવોર્ડ

ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. યોગેશ પવાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વિવિધ ખેત પદ્ધતિ થકી બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો અત્યાર સુધી ઓછી જમીનમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે, ખાસ કરીને યોગેશ પવાર દ્વારા ખેડૂતોને અલગ-અલગ ખેતી કરવાની પદ્ધતિ આપવામાં આવતા હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીમાં સારી કમાણી કરી રહ્યા છે. વર્ષ 2015થી ખેડૂતોના હિતમાં કરેલ તેમની આ કામગીરી માટે તેમને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક એવાર્ડ-2020 અને આંતરરાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક એવોર્ડ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે, તેમજ સોસાયટી ઓફ કૃષિ વિજ્ઞાન, કોલકાતા, વિજ્ઞાન વાર્તા, ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કોલર્સ, સોસાયટી ફોર બાયોટીક એન્ડ એન્વાયરમેન્ટ, ત્રિપુરા, જેવી અન્ય સંસ્થાઓ દ્વારા કુલ 8 રાષ્ટ્રીય કક્ષાના બેસ્ટ કેવિકે વૈજ્ઞાનિક એવોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એક વર્ષમાં વૈજ્ઞાનિક દ્વારા સૌથી વધારે ચેનલમાં ઇન્ટરવ્યુવ આપવાનો રેકોર્ડ તેમના નામે નોંધાયેલ છે.

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત

ABOUT THE AUTHOR

...view details