રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે લાખો રુપિયા ખર્ચીને બાળકો માટે વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને શિક્ષકોની ભરતી પણ પુરેપુરી કરવામાં આવતી હોય છે. પરંતુ. કેટલાક શિક્ષકો હાજર થઇને ગેરકાયદેસર રજાઓ ઉપર જતા રહેતા તેમની જગ્યા સરકારી ચોપડે ભરેલી હોય છે. પરંતુ, શાળામાં તે જગ્યા ખાલી બોલતી હોવાથી વિધાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત અસર પડી રહી છે. જેથી આ બાબતે તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારીને અવાર નવાર ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવતા આવા શિક્ષકોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ધાનેરા તાલુકામાં આવા ગેરકાયદેસર રજા ઉપર જનારા ત્રણ શિક્ષકોને અવાર નવાર નોટીસો તેમજ સમાચારપત્રમાં જાહેર નોટીસ આપવા છતાં તે હાજર ન થતાં તેમની સેવા સમાપ્ત કરવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હુકમ કરીને ધાનેરા તાલુકાના પરમાર હેમાંગીબેન કુબેરભાઇ (આસિયા પ્રા. શાળા), બારોટ અમિતભાઇ ગોવિંદભાઇ (ભાટરામ પ્રા. શાળા), પટેલ સવિતાબેન મનોજભાઇ (એટા પ્રા. શાળા) આ ત્રણે શિક્ષકોની સેવા સમાપ્તીના હુકમ કરવામાં આવેલ છે.
ધાનેરા તાલુકાના ત્રણ શિક્ષકોને DPEO એ ફરજ પરથી કર્યા મોકુફ - PRIMARY TEACHER
બનાસકાંઠા: ધાનેરા તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ, કેટલાક શિક્ષકો પોતાની આદત સુધારતા ન હોવાના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં સતત ગેરહાજર રહેનાર ત્રણ શિક્ષકોની સેવા સમાપ્ત કરવાના હુકમ પણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એક શિક્ષક સામે પોતાના જ શાળાની શિક્ષીકાએ ફરીયાદ નોંધાવતા તેમને ફરજ મૌકુફ કરીને વાવ ખાતે મોકલી દેવામાં આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ ઉપરાંત વિછીવાડી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા ચૌધરી કિરણભાઇ અભેરાજભાઇ સામે પોતાની જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ ક્ષમાબેન જીતેન્દ્રભાઇએ ધાનેરા પોલિસ મથકે તારીખ ૪ નવેમ્બરના રોજ ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારીએ તપાસ કરતાં આ શિક્ષકે નૈતિક અધઃપતનનો ગુનો બનતો હોવાથી આ અંગેનો રીપોર્ટ જીલ્લામાં કરતા જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી એ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપિલના નિયમ-૧૯૯૭ના નિયમ પ્રમાણે ફરજ મૌકુફનો હુકમ કરીને વિછીવાડી પ્રાથમીક શાળામાંથી ચૌધરી કિરણભાઇ વાવ તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારીની કચેરી ખાતે મુકવામાં આવ્યા છે. જેથી આવા હુકમો થતાં ધાનેરા તાલુકામાં શિક્ષણ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.