બનાસકાંઠાઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોવિડ 19ની મહામારી ચાલી રહી છે, જેમાં સૌથી વધુ મહત્વની ફરજ અદા કરી રહ્યા છે ડોક્ટરો. આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના જીવના જોખમે સતત દિન રાત કામ કરી કોરોના વોરિયર્સની પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ડીસામાં એક ડોક્ટર કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરવાની સાથે સાથે લોકોની સેવા પણ કરી રહ્યા છે.
ડીસા આરોગ્ય વિભાગના ડોક્ટરે તેના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી - ડીસા આરોગ્ય વિભાગના ડોક્ટરે તેના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી
હાલમાં સમગ્ર વિશ્વના ડોક્ટરો કોરોના વાયરસની લડાઈમાં જોડાયેલા છે. સતત વધતા જતા કોરોના વાયરસના દર્દીઓને સાજા કરવા માટે આરોગ્ય વિભાગ સતત મહેનત કરી રહ્યું છે, ત્યારે આજે ડીસા ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરે કન્ટેનમેન્ટ વિસ્તારમાં આયુર્વેદિક દવાઓનું વિતરણ કર્યુ હતું.
ડીસાની બ્લોક હેલ્થ કચેરીમાં ફરજ બાજવતા ડો. કે પી દેલવાડિયા અત્યારે સતત કન્ટેનમેન્ટ વિસ્તાર ,કોરેન્ટાઇન કરેલા લોકો તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓને સેવામાં વ્યસ્ત છે, ત્યારે આજે તેઓએ તેમના જન્મ દિવસને પોતાના પરિવારની સાથે ઉજવવાને બદલે કન્ટેન્મેન્ટ કરેલા વિસ્તારમાં જઈ જરૂરિયાત મંદ લોકોની મદદ કરી ઉજવણી કરી છે. ડો. કે પી દેલવાડિયાએ આજે તેમના જન્મદિવસ નિમિત્તે ડીસામાં કન્ટેન્મેન્ટ કાફેલા વિસ્તારમાં જઈ લોકોને સુંઠની ગોળીઓ, માસ્ક, સેનેટાઇઝર સહિતની કીટ આપી હતી અને લોકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સતત હેન્ડ સેનેટાઇઝ કરી કોરોના સામેની જંગ સાથે મળી જીતવા અપીલ કરી હતી.
TAGGED:
corona effect in banaskatha