Banaskantha News: દિવ્યાંગભવન એટલે ગમ્મત સાથે જ્ઞાનનું કેન્દ્ર, અનેક દિવ્યાંગ થયા ટેકનોલોજીથી શિક્ષિત બનાસકાંઠા:આ સેન્ટરમાં અત્યાર સુધી અંધ અને લો વિઝન 72 જેટલા બાળકોએ કોમ્પ્યુટર બેઝિક જ્ઞાન મેળવી આજે આ 72 બાળકો માંથી અનેક બાળકો સરકારી નોકરી પર છે. તેમજ અલગ અલગ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. તેમજ અનેક બાળકો પ્રાઇવેટ જોબ પણ કરી રહ્યા છે. આ ખુશીઓનું સરનામું આ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
ખુશીઓનું સરનામું: શિક્ષણ મેળવી અંધ અને લો વિઝન ધરાવતા બાળકોએ સાર્થક કરી બતાવ્યું છે. ડીસા નગરપાલિકા નિર્મિત અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ પંડિત દિન દયાલ ઉપાધ્યાય દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું આ દિવ્યાંગ ભવનમાં મંદબુદ્ધિ,બહુ વિકલાંગ,હોટીઝમ બાળકો,સી. પી,દિવ્યાંકતા ધરાવતા 82 થી વધુ બાળકો શિક્ષણ પ્રશિક્ષણ અને વોકેશનલ જ્ઞાન આપી તેમના સમાજમાં તેમને મુખ્યધરામાં જોડવાનું કાર્ય આ સેન્ટરમાં કરવામાં આવે છે.
ડીસામાં આવેલું દિવ્યાંગ ભવન દિવ્યાંગ બાળકો માટે બન્યું આશીર્વાદ રૂપ કેવા બાળકો કેવુ જ્ઞાન:અત્યારના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની માંગ ખૂબ જ વધવા પામી છે. દરેક ક્ષેત્રે કોમ્પ્યુટર મહત્વનું અંગ બની ગયું છે. જેથી આ દિવ્યાંગ ભવનમાં અંધ અને લો વિઝન ધરાવતા બાળકો પાછળ ન રહી જાય તે માટે ઉત્તર ગુજરાતમાં માત્ર ડીસા દિવ્યાંગ ભવનમાં 2019 થી કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરવામાં આવે છે. જેમાં અંધ અને લો વિઝન 12 બાળકોની ચાર મહિના સુધી એક બેન્ચ ચાલે છે. આ બેઝિક કોર્સમાં તેમને વર્ડ એક્સલ ગુજરાતી ટાઈપિંગ ઇંગલિશ ટાઈપિંગ તેમજ ઇન્ટરનેટ કઈ રીતે યુઝ કરવું તેમજ HTML જેવી લેંગ્વેજ શીખે છે. આ કોમ્પ્યુટર કોર્સ માત્ર ચાર મહિના સુધી નહીં. પરંતુ તેમને ભવિષ્યમાં સરકારી નોકરી મળી રહે તે માટે ગુજરાત પોલિટેકનિકલ કોલેજ માંથી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે તેમને ભવિષ્યમાં સરકારી નોકરી માટે ઉપયોગ થાય છે.
"ડીસા નગર પાલિકા નિર્મિત અને અંધ જન મંડળ અમદાવાદ સંચાલિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય દિવ્યાંગ ભવન તેનું નામ જ ખુશીઓનું સરનામું છે. આ સંસ્થામાં અત્યારે 82 મંદબુદ્ધિ ,ઓટિઝમ, સર્વેલપાર્સી અને બહુ દિવ્યાંકન ધરાવતા બાળકો અહીંયા શિક્ષણ અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે એની સાથે તાનીયા કોમ્પ્યુટર સેન્ટર જે ઉત્તર ગુજરાતનુ એકમાત્ર એવું ટેકનોલોજી લેબ છે જેમાં અંધ અને લૉ વિઝન બાળકો અહીંયા કોમ્પ્યુટર નું જ્ઞાન મેળવી રહ્યા છે "-- આનંદભાઈ દવે ( દિવ્યાંગ ભવનના સુપરવાઇઝર)
આટલા બાળકો તૈયાર: ડીસામાં ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં 2019 થી તાન્યા કોમ્પ્યુટર સેન્ટર ચાલે છે. આ કોમ્પ્યુટર બેઝિક જ્ઞાન મેળવી અત્યાર સુધી અંત અને લો વિઝન ધરાવતા 72 બાળકો તૈયાર થયા છે. અને આ બાળકો સમાજના લોકો ખભાથી ખભો મિલાવી કામ કરી રહ્યા છે. જેમાં સાતથી વધુ અલગ અલગ સરકારી નોકરીમાં જોડાયા છે. 27 થી વધુ અલગ અલગ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવા આધાર કાર્ડ પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ નીકળવા તેવા પોતાના ખુદના બિઝનેસ શરૂ કરી જાતે પગભર થયા છે. તેમજ અન્ય બાળકો અલગ અલગ કંપનીઓમાં પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે. આ સેન્ટરમાં કોમ્પ્યુટર બેઝિક જ્ઞાનની સાથે પર્સનાલિટી ડેવલોપમેન્ટ, બ્રેલ પણ શિખાડવામાં આવે છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ તૈયારી પણ કરાવવામાં આવે છે અને આ તમામ તાલીમ આ સેન્ટર ખાતે નિશુલ્ક આપવામાં આવે છે.
ડીસામાં આવેલું દિવ્યાંગ ભવન દિવ્યાંગ બાળકો માટે બન્યું આશીર્વાદ રૂપ "મને બચપણ થી કમ્પ્યુટર ચલાવવાનો શોખ હતો પરંતું હુ કેટલીક જગ્યાએ કમ્પ્યુટર શીખવા માટે ગઈ પણ મને કોઈ કમ્પ્યુટર શીખવાડતું ના હતું. ત્યાં માત્ર નોર્મલ વ્યકતિઓને જ કમ્પ્યુટર શીખવાડતા હતા અને હુ ઍક બ્લાઈન્ડ છુ એટલે મને કમ્પ્યુટર કોઈ શીખવાડતું નહતું ત્યાર બાદ મને જાણવા મળ્યું છે .કોમ્પ્યુટરમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી આ ત્રણે ભાષામાં ટાઈપિંગ કરી શકું છું અને હવે મને કમ્પ્યુટર પર કામ કરવાની નોકરી મળે એના માટે હું અત્યારે તેની તૈયારી કરી રહી છું--દિવ્યાંગ ભવનની સ્ટુડન્ટ
સારી એવી જોબ: વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે હું વાત કરું આ સેન્ટરની તો અત્યારે 72 થી વધારે બાળકો અહીંયા થી કોમ્પ્યુટર શીખી અને સમાજની મુખ્ય ધારામાં છે. જેમાં એ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની વ્યક્તિત્વને નિશ્ચિત કરી રહ્યા છે. જેમ કે હું કેવા જવું તો અત્યારે ચાર બાળકો ગવર્મેન્ટ જોબમાં એસ.બી આઇ બેન્કમાં અત્યારે લાગેલા છે પ્રવાસી શિક્ષકમાં લાગેલા છે. એની સાથે 27 જેવા બાળકો એવા છે જે પોતાનો અલગ અલગ ક્ષેત્રમાં વ્યવસાય કરી રહ્યા છે. પોતાના બિઝનેસ ચાલે છે. અને ઘણા બધા બાળકો છે જે પ્રાઇવેટ કંપનીમાં પોતાની એક સારી એવી જોબ પણ પ્રાપ્ત કરી રહ્યા છે.
- Junagadh News: સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત અંધ યુવતીઓ માટેની મિસ ઇવેન્ટ સ્પર્ધા યોજાઈ
- ભાવનગરમાં અંધ ઉદ્યોગશાળાની શરમજનક ઘટના, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર્યો ઢોર માર