ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી - પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 96 ટકા રકમ દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે 7.05  કરોડના કુલ 178 કામો તેમજ આદિજાતિ તાલુકા સિવાયના છૂટાછવાયા આદિજાતિ વિસ્તાર માટે 4 ટકા ગ્રાન્ટ પ્રમાણે 1 કરોડના ૫૮ વિકાસ કામોના આયોજનને વર્ષ 2023-24 માટે મંજુર કરવામાં આવ્યા હતા.

Banaskantha News:
Banaskantha News:

By

Published : Apr 30, 2023, 3:52 PM IST

જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક

બનાસકાંઠા:પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી પ્રધાન બલવંતસિંહ રાજપુતના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂપિયા 7.05 કરોડના 178 વિકાસકામો મંજુર કરાયા હતા.

178 કામો મંજુર કરાયા: પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન તથા જિલ્લાના પ્રભારી પ્રધાન બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્‍લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 96 ટકા રકમ દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે 7.05 કરોડના કુલ 178 કામો તેમજ આદિજાતિ તાલુકા સિવાયના છૂટાછવાયા આદિજાતિ વિસ્તાર માટે 4 ટકા ગ્રાન્ટ પ્રમાણે 1 કરોડના ૫૮ વિકાસ કામોના આયોજનને વર્ષ 2023-24 માટે મંજુર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Mann Ki Baat 100th Episode: આઝાદીના અમૃતકાળમાં આજ પોઝિટિવિટી દેશને આગળ લઈ જશે

વિવિધ વિકાસના કામોને મંજૂરી:આ યોજના હેઠળ પાક કૃષિ વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, ગ્રામ અને લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, ધારાસભ્યો અનિકેતભ પંડ્યા અને કાંતિ ખરાડી, કલેક્ટરશ્રી વરૂણ બરનાવાલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાયોજના વહીવટદારશ્રી આર.આઇ.શેખ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:Mann Ki Baat : સીએમ ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો મન કી બાતનો 100મો એપિસોડ

આદિજાતિ લોકોના જીવન ધોરણમાં પરિવર્તન: બેઠકમાં જિલ્લાના પ્રભારી પ્રધાન બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આદિજાતિના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવે અને તેમનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સક્રિયપણે સંકલ્પબધ્ધ છે. ટ્રાયબલ વિસ્તારમાં મંજુર કરાયેલા કામો સયમમર્યાદામાં પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાના વિકાસને વેગ અપાશે. તેમણે કહ્યું કે શિક્ષણ, રોડ, પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details