- જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું
- થરાદ ખાતે અદાણી ગ્રુપ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો
- ગૌતમ અદાણીએ વતનનું ઋણ અદા કરવા સહાય કરી
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારના થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. કોરોના મહામારીના બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક લોકો મોતને ભેટ્યા છે અને ઓક્સિજનના ભાવે અનેક મહિલાઓ વૃદ્ધો અને યુવાનો પણ કોરોનાનો ભોગ બન્યા છે, ત્યારે થરાદના મૂળ વતની અને અત્યારે દેશમાં ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાના વતનનું ઋણ અદા કરવાના હેતુથી થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન બનાવવા માટે સહાય કરી હતી. જે ઓક્સિજન પ્લાન્ટ આજે શનિવારે તૈયાર થઇ જતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું.
થરાદ ખાતે અદાણી ગ્રુપ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો
થરાદના મૂળ વતની અને અત્યારે દેશમાં ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાના વતનનું ઋણ અદા કરવાના હેતુથી થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન બનાવવા માટે સહાય કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ