બનાસકાંઠા: ચીનથી નીકળેલો કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ રહ્યો છે, ત્યારે આવા સમયે લોકો કોરોના વાઇરસથી બચી શકે તે માટે સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોરોના વાઇરસના ગુજરાતમાં 8 કેસો મળી આવતા સમગ્ર ગુજરાતનું તંત્ર ચાપતું બન્યું છે.
કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા સામાજિક સંસ્થા દ્વારા માસ્કનું વિતરણ - news in corona virus
હાલમાં કોરોના વાઇરસને લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે હવે દરેક જગ્યાઓ પર સામાજિક સંસ્થાઓ દ્વારા પણ લોકો વાઇરસ સામે રક્ષણ મેળવી શકે, તે માટે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાઇરસ
આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા જિલ્લા તંત્ર લોકો પર બાજ નજર રાખી રહ્યું છે અને જે પણ વિસ્તારમાં કોરોના વાઇરસના લક્ષણો વાળો વ્યક્તિ જણાય તેવા વિસ્તારની મુલાકત લઈ તેની સારવાર ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા લોકોનું ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
Last Updated : Mar 21, 2020, 7:24 PM IST