ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha Local Issue : સરકારી સુવિધાનો લાભ લેવો કેમ અઘરો ? ડીસાના ખેડૂતોમાં રોષ - ડીસા વિસ્તરણ અધિકારી

ખેડૂતો વધુને વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. ત્યારે અટલ ભુજલ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે ઓર્ગેનીક બિયારણ, દવા અને ખાતરની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં આ કીટ લેવા ખેડૂતોએ રીતસરની પડાપડી કરી હતી. ડીસા તાલુકામાં એક જ કેન્દ્ર હોવાથી વિતરણમાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાતા ખેડૂતો રોષે ભરાયા હતા.

Banaskantha Local Issue
Banaskantha Local Issue

By

Published : Aug 5, 2023, 6:34 PM IST

સરકારી સુવિધાનો લાભ લેવો કેમ અઘરો ? ડીસાના ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા :કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો નૈસર્ગિક ખેતી કરતા થાય તે હેતુથી અટલ ભુજલ યોજના પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત અમુક જિલ્લાઓમાં ખેડૂતોને ઓર્ગેનિક ખાતર, બિયારણ અને દવાની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ગુજકોમાસોલ મારફત દરેક તાલુકા લેવલે આ કિટનું વિતરણ થઈ રહ્યું છે. જેમાં ડીસા તાલુકામાં કુલ 3157 ખેડૂતોને કીટ આપવાની યોજના છે.

ખેડૂતોએ પડાપડી કરી : ડીસાના આખોલ ખાતે આવેલા ગુજકોમાસોલના કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતો કીટ લેવા એકત્રિત થતા અંધાધુંધી સર્જાઈ હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ બે-ત્રણ દિવસથી કેન્દ્રના ધક્કા ખાય છે પરંતુ તેઓને ટોકન મળતા નથી. આજે પણ સવારે ચાર વાગ્યાથી ખેડૂતો તમામ કામકાજ છોડી લાઈનમાં ઉભા હતા. પરંતુ કેન્દ્ર ખુલતા જ ખેડૂતોએ એક સાથે હલ્લાબોલ કરી દેતા વિતરણ વ્યવસ્થામાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ચાર દિવસથી રાહ જોયા છતાં ટોકન અથવા કીટ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા.

ડીસાના ખેડૂતોમાં રોષ

વિનામૂલ્યે કીટ વિતરણ : સરકાર દ્વારા ખેડૂતોને આ કીટ અંતર્ગત બિયારણ બાજરી 1.5 kg, પ્રોમ 50 kg, નીમ ઓઇલ 500 ml, ઓર્ગેનિક ખાતર પ્રવાહી 500 ml, Npk પ્રવાહી 1 લીટર, માઈકોરાઈઝા 1 kg અને દિવેલી ખોળ 50 kg મળી કુલ રૂપિયા 2400 ના મૂલ્યની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. ડીસા તાલુકામાં જનરલ 2992 એસ.સી 126 અને એસ. ટી 39 મળી ટોટલ 3157 ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ખેડૂતોને ટોકન મારફત કિટનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો ધીરજ રાખતા ન હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી.

હાલ સરકારની અટલ ભુજલ યોજનાના પાયલોટ પ્રોજેક્ટમાં કીટ વિતરણ ચાલુ છે. તેથી બે ત્રણ દિવસથી ખેડૂતો મોટી સંખ્યામાં આવે છે. થોડા સમય બાદ જ્યારે થોડું રેગ્યુલર થશે એટલે આટલું ટ્રાફિક રહેશે નહી. ખેડૂતોની તકલીફ પણ દૂર થઈ જશે. હાલમાં ખેડુતો એક સાથે આવતા હોવાથી વધુ ટ્રાફિક થાય છે.-- કિરણ તોમર (ડીસા વિસ્તરણ અધિકારી)

ખેડૂતોમાં રોષ : આ બાબતે ખેડૂતોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ગઈકાલે આવ્યા ત્યારે અમે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. જ્યારે આજે નંબર આવ્યો ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે, તમારી પાસે ટોકન છે ? અમારી પાસે અત્યારે ટોકન નહોતું આથી ટોકન આપી જણાવ્યું કે, આવતીકાલે આવજો. ત્યારે આજે અમે ફરી પાછા ટોકન લઈને આવ્યા છીએ. હજી સુધી અમારો નંબર આવ્યો નથી એટલે અમારી માંગ છે કે, તંત્ર દ્વારા એક સેન્ટરની જગ્યાએ ત્રણ થી ચાર સેન્ટર બનાવવામાં આવે. જેથી ખેડૂતોની અગવડતા દૂર થાય.

વિનામૂલ્યે કીટ વિતરણ

ખેડૂતોની માંગ : આ અંગે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે કામનો સમય હોય છે અને અમે કામ બગાડીને સરકાર તરફથી મળતી આ વસ્તુઓ લેવા માટે આવીએ છીએ. પરંતુ અવ્યવસ્થાના કારણે અમારે વારંવાર ધક્કા ખાવા પડે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. તેમ છતાં અમને અહીંથી વસ્તુ મળતી નથી. ઘરે પશુઓનું કામ કરવાનું હોય છે. તો બીજી તરફ ખેતીનું કામ કરવાનું હોય છે. તે કામ છોડીને અમે આવીએ છીએ પણ અહીં અમારે કોઈ કામનું ઠેકાણું પડતું નથી. અમે હેરાન પરેશાન થઈએ છીએ. તેથી અમારી સરકારને નમ્ર વિનંતી છે કે, ત્રણથી ચાર સેન્ટર ખોલવામાં આવે. જેથી ખેડૂતોનું વિભાજન થાય અને ખેડૂતોને અગવડતા ન પડે તેવી અમારી માંગ છે.

  1. Banaskantha Rain: બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીમાં ધોવાઈ ગયો, વાહન ચાલકો મુશ્કેલીમાં
  2. Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર

ABOUT THE AUTHOR

...view details