ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં દબાણો દૂર કરવા નગરપાલિકાએ ફટકારી નોટિસ - removal

બનાસકાંઠા: જિલ્લામાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરના લાયન્સ હોલથી અંબિકાનગર તરફ જતા માર્ગની ડાબી બાજુમાં આવેલા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી આ નોટિસથી દબાણદારોમાં ફફડાટ મચી ગયો હતો.

ડીસા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવા નોટિશ આપતા દબાણદારોમાં ફફડાટ

By

Published : May 22, 2019, 5:52 AM IST

ડીસા શહેરમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવાના આશયથી શહેરના માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. માર્ગોને પહોળા કરવા માટે માર્ગોની આસપાસ વર્ષોથી કરવામાં આવેલા દબાણદારો સામે પણ પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

ડીસા શહેરના હાર્દ સમા લાયન્સ હૉલ રોડને પણ પહોળો કરવાના આશયથી ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગની ડાબી બાજુમાં આચરવામાં આવેલા દબાણદારોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડીસા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવા નોટિશ આપતા દબાણદારોમાં ફફડાટ

જેમાં પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ હવે ટૂંક જ સમયમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડીસા નગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાના છે તેમાં પાક્કા દબાણોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી ચીમકીને પગલે દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details