ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા Krishi sahay Package માં બાકાત રખાતાં બનાસકાંઠાના ખેડૂતોમાં નારાજગી - બનાસકાંઠાના ખેડૂતો

ચોમાસાની ઋતુમાં અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક તાલુકાઓમાં વરસાદનાં કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે સરકારે જાહેર કરેલી સહાયમાંથી (Krishi sahay Package) બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

સરકાર દ્વારા Krishi sahay Package માં બાકાત રખાતાં બનાસકાંઠાના ખેડૂતોમાં નારાજગી
સરકાર દ્વારા Krishi sahay Package માં બાકાત રખાતાં બનાસકાંઠાના ખેડૂતોમાં નારાજગી

By

Published : Oct 20, 2021, 7:53 PM IST

  • સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું
  • સરકાર દ્વારા જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર દ્વારકા, મોરબી જિલ્લાનો સમાવેશ
  • તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતોની માગ

ડીસાઃ ગુજરાત સરકાર દ્વારા આજે કૃષિ સહાય (Krishi sahay Package) જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ જિલ્લાઓમાં ખેડૂતોને કૃષિમાં નુકસાન થયું છે તે અંતર્ગત સરકાર દ્વારા તમામ ખેડુતોને સાહેબ પેકેજ આપવામાં આવશે જેથી ખેડૂત ફરીથી પગભર થઈ શકે.

બનાસકાંઠા જિલ્લામાં નુકસાન

છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સતત નુકસાન કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કુદરતી પ્રકોપથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થયું હતું,જે બાદ મગફળી કપાસ શાકભાજી જેવા પાકો તૈયાર થવાના સમયે જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને મોટુું નુકશાન વેઠવાનું આવ્યું હતું.જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં વરસાદ પડ્યો હતો જેના કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું આ બાબતે ખેડૂતો દ્વારા સરકારમાં સહાય માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી ન હતી.

કૃષિ સહાય પેકેજમાં બનાસકાંઠા જિલ્લાને બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી

સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ (Krishi sahay Package)ની જાહેરાત કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા જિલ્લો ન હોવાથી ખેડૂતોની નારાજગી જોવા મળી હતી. આ અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સરકારે કૃષિ સહાય ની જાહેરાત કરી છે તેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાકાત રખાતા તેનું પરિણામ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરમાં સર્વે કરાવી તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી જિલ્લાના ખેડૂતો માગ કરી રહ્યા છે.

કૃષિ સહાય પેકેજમાં બાકાત રખાતાં ખેડૂતોમાં નારાજગી
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં બેંક દ્વારા Potato cold storage સીલ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ, અનેક ખેડૂતોને પાકમાં નુકશાન

ABOUT THE AUTHOR

...view details