બનાસકાંઠામાં દિકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અમલી બનાવવાની વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. દાંતીવાડામાં ઠાકોર સમાજના 12 ગામના બંધારણ બાદ અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે દિકરીઓને દૂધ પીતી કરવાના રિવાજને અમલી બનાવવાની પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ કર્યા બાદ ડિલિટ કરતા ભારે વિવાદ સર્જાયો છે.
સોશિયલ મીડિયામાં દિકરીને દૂધપીતી કરવાના રિવાજની વિવાદીત પોસ્ટ, વકર્યો વિવાદ - gujarat
બનાસકાંઠા: ઠાકોર સમાજની બહુમતી ધરાવતા 12 ગામના આગેવાનોએ સામાજિક બંધારણ બનાવ્યું છે. જેમાં યુવતીએ મોબાઈલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવાની સાથે જો કોઈ યુવક-યુવતી સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે તો તેના પિતાને દંડ ફટકારવા જેવા નિયમો બનાવતા હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે શહેરમાં દિકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અમલી બનાવવાની વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેને મોટો વિવાદ સર્જાયો છે.
બનાસકાંઠામાં વિવાદ
વિવાદિત પોસ્ટ શેર કરતા તેની ગંદી માનસિકતા સામે આવી છે. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, આપણા ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો દીકરીને દૂધપીતી કરવાનો આપણો જૂનો રિવાજ અમલ કરો. વિવાદીત પોસ્ટને કારણે નવઘણજીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ફેસબુક પરથી આ પોસ્ટ ડિલીટ કરાઈ પરંતુ તેના સ્ક્રીન શોટ વાયરલ થયા છે. આ મામલે સમાજના અગ્રણીઓએ વિરોધ દર્શાવી આ વાતને વખોડી છે.
Last Updated : Jul 18, 2019, 1:27 PM IST