ગુજરાત

gujarat

ETV Bharat / state

છાપી દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી રેકર્ડ લઈને છૂમંતર ! ફરીયાદ કરવાની તજવીજ શરુ

બનાસ ડેરી અંતર્ગત આવેલી છાપી દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાય અને સભામાં ઠરાવ પસાર થાય તે પહેલા દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સહિત પાંચ સભ્યો રેકર્ડ લઈ ફરાર થઈ ગયા હતા. નજીકના દીવસમાં ચૂંટણી યોજાવાની હોય એ પહેલા જ કાવાદાવા અને ગંદી રાજનીતિનો ખેલ શરુ થયો હતોના આક્ષેપો લાગી રહ્યા છે.

By

Published : Jul 6, 2020, 7:54 PM IST

A
છાપી દુધ મંડળીના ચેરમેન અને મંત્રી રેકર્ડ લઈને છૂમંતર ! ફરીયાદ કરવાની તજવીજ શરુ

બનાસકાંઠા: એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ ચૂંટણી યોજાય તે પેહલા જ બનાસડેરી પોતાના પક્ષને ફાયદો થાય તે મુજબ મંડળીમાં ઠરાવો કરાવવા માટે ધમપછાડા શરૂ કર્યા છે.

છાપી દુધ મંડળીના ચેરમેન અને મંત્રી રેકર્ડ લઈને છૂમંતર ! ફરીયાદ કરવાની તજવીજ શરુ

આજે વડગામની છાપી દૂધ મંડળીમાં બનાસ ડેરીની ચૂંટણીમાં મતદાન માટેના પ્રતિનિધિ નિમવા માટેની મિટિંગ રાખવામાં આવી હતી. તેમાં ઠરાવ કરી બનાસ ડેરીની ચૂંટણીમાં પ્રતિનિધિ નિમવાનો હતો. પરંતુ આ બેઠક યોજાઇ તે પૂર્વે જ છાપી દૂધ મંડળીના મંત્રી, ચેરમેન સહિત 5 સભ્યો દૂધ મંડળીના તમામ દસ્તાવેજ લઈ ફરાર થઈ ગયા હતા.

છાપી દુધ મંડળીના ચેરમેન અને મંત્રી રેકર્ડ લઈને છૂમંતર ! ફરીયાદ કરવાની તજવીજ શરુ

મંડળીના 11 સભ્યોમાંથી 6 સભ્યો હાજર રહેતા બહુમતી તેમના પક્ષે થવાની હોવાથી મંડળીના મંત્રી મોંઘજીભાઈ રતુભાઈ મોર ,ચેરમેન અભુભાઈ મુળજીભાઈ ચૌધરી સહિત 5 સભ્યો રેકર્ડ લઈ છૂમંતર થયા હોવાના આક્ષેપ સભાસદ અને સભ્યોએ કર્યા છે. આ સાથે તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

છાપી દુધ મંડળીના ચેરમેન અને મંત્રી રેકર્ડ લઈને છૂમંતર ! ફરીયાદ કરવાની તજવીજ શરુ

ABOUT THE AUTHOR

...view details