ડીસાઃ સમગ્ર ભારતમાં બટાટાની ખેતીને (Potato cultivation 2022) લઈ મશહૂર માનવામાં આવતા ડીસામાં આ વર્ષે પણ બટાટાના ભાવો ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને એકવાર ફરી મુશ્કેલીમાં મૂકવવાની (Disproportion of Potato Prices in Deesa )નોબત આવી છે. છેલ્લા ત્રીસ વર્ષથી બટાટાના ભાવો વધારો થયો નથી. જ્યારે બટાટાના વાવેતર માટેનો ખર્ચ ચારથી પાંચ ઘણો વધી ગયો છે.
બટાટાની ખેતીનો ખર્ચ વધી ગયો છે પણ સામે વળતરમાં નુકસાની હોવાની રાવ ડીસાના બટાટાની મોટી માગ છે
ડીસાના લાઇટ અને ટાઈટ બટાટાની ખૂબ જ (Potato crop in Deesa) માગ છે. એક સમયે ડીસા તાલુકાના બટેટા દેશ વિદેશ સુધી જતાં હતા અને બટાટાની ખેતી (Potato cultivation 2022) કરતાં ખેડૂતોને પણ બટાટાની ખેતી ખૂબ જ ફાયદાકારક ખેતી હતી. એટલા જ માટે ડીસામાં ખેડૂતો રવી સિઝનમાં માત્ર બટાટાની જ ખેતી કરતાં હતા અને વર્ષમાં રવિ સિઝનને જ મહત્વની સિઝન માનતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતવા માંડ્યો તેમ તેમ બટાટાની ખેતીમાં ખેડૂતોને જે વળતર મળતું હતું તે વળતર ઘટવા માંડ્યું અને અત્યારે તો ખેડૂતો જે બટાટાનું વાવેતર કરવામાં ખર્ચ કરે છે તેટલી આવક પણ માંડ માંડ મળી રહી છે.. તેના વિષે ખેડૂતો જણાવી રહ્યા છે કે લગભગ ત્રીસેક વર્ષ પહેલા બટાટાની ખેતી માટે જેટલો ખર્ચ થતો હતો તે ખર્ચમાં લગભગ ચારથી પાંચ ઘણો વધારો થઈ ગયો છે. તેની સામે તે સમયે બટાટાના જે ભાવો મળતા હતાં તે ભાવ બમણા પણ નથી થયાં. ત્યારે સમજી શકાય છે કે ખેડૂતોને બટાટાની ખેતીમાં કેટલું મોટું નુકશાન (Disproportion of Potato Prices in Deesa ) સહન કરવું પડી શકે છે. આ ઉપરાંત આ વર્ષે પાછોતરો સુકારો નામનો રોગ બટાટામાં આવી જતાં ખેડૂતોની હાલત અત્યારે કફોડી છે.
આ પણ વાંચોઃ PM મોદીએ બટાટાની ખેતી પર કરી ચર્ચા, પણ બટાટા સિટી ડીસામાં ખેડૂતોની ગંભીર હાલત
બટાટાની ખેતીના ખર્ચમાં વધારો
જે રીતે બટાટાની ખેતીમાં (Potato cultivation 2022) દર વર્ષે કૃષિ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને બટાટાના ભાવો ગગડી રહ્યા છે તેને લઈ વેપારીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે. ખેડૂતોના ખેતર (Potato crop in Deesa) સુધી બટાટાની ખરીદી કરવા જતાં વેપારીઓ પણ બટાટાની ખેતીમાં કૃષિ ખર્ચ વધી જતાં હવે બટાટા ખરીદવા માટે ખેડૂતો પાસે જાય છે ત્યારે ખેડૂતોને બટાટાના વર્તમાન ભાવો કહેતા પણ સંકોચ (Disproportion of Potato Prices in Deesa ) અનુભવી રહ્યા છે. કારણ કે આ વેપારીઓને પણ ખબર છે કે ખેડૂતોને બટાટાની ખેતીમાં ધરખમ ખર્ચ થઈ રહ્યો છે અને તેની સામે ભાવો ખૂબ જ ઓછા મળી રહ્યા છે.
ડીસાના બટાટાની દેશવિદેશમાં મોટી માગ રહે છે ખુલ્લી બજારમાં બટાટાના ભાવમાં વધારો
ખેડૂતો પાસેથી કોડીના દામે બટાટાની (Potato crop in Deesa) ખરીદી કર્યા બાદ છૂટક બજારમાં જેવુ બટાટું આવે છે ત્યારે તેના ભાવોમાં પણ ધરખમ વધારો થઈ જાય છે. ડીસામાં જ છૂટક બજારમાં અત્યારે બટાટા વીસ રૂપિયે પ્રતિકીલો વેચવામાં (Disproportion of Potato Prices in Deesa ) આવતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ લોકડાઉનમાં બટાકા વપરાઈ જતા બટાકાના બિયારણનો ભાવ આસમાને પહોંચ્યો
સામાન્ય જનતા મોંઘા ભાવે બટાટા ખરીદવા મજબૂર
કૃષિ ખર્ચમાં વધારો અને કૃષિ પેદાશોના ભાવો તળિયે (Potato crop in Deesa) પહોંચી જતાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પ્રતિ વીસ કિલોના ભાવ ખેડૂતોને 80થી 120 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ છૂટક બજારમાં આ જ બટાટા લોકો વીસ રૂપિયે પ્રતિ કિલો ખરીદી રહ્યા છે. એટ્લે ખેડૂતો પાસેથી ખરીદેલા 80થી 120 પ્રતિ વીસ કિલોએ ખરીદેલા બટાટા છૂટક બજારમાં લોકો 400 રૂપિયે પ્રતિ વીસ કિલોએ ખરીદી કરી રહ્યા છે. ત્યારે આટલો મોટો ફર્ક કેમ જોવા મળી રહ્યો છે તે પણ તપાસનો (Disproportion of Potato Prices in Deesa ) વિષય છે. કારણ કે ખેડૂતો પાસેથી ખરીદી કર્યા બાદ પરિવહન ખર્ચ ઉમેરીને બટાટાના ભાવો ચાર ઘણા વધી રહ્યાં છે. જેના લીધે ખેડૂતોને નુકશાન સહન કરવું પડી રહ્યું છે અને સામાન્ય જનતાને મોંઘા ભાવે બટાટા ખરીદવા પડી રહ્યાં છે.