ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં આવેલું ઉત્તર ગુજરાતનું માણેકચોક બન્યું સુમસામ - manek chowk of north gujarat

ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરને એક સમયે ઉત્તર ગુજરાતનાં માણેકચોક તરીકે ઓળખવામાં આવતું હતું. ફક્ત ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં ડીસા શહેરમાંથી ચાંદી પહોંચતી હતી. પરંતુ સમય જતાં ઉત્તર ગુજરાતનાં આ માણેકચોકની છાપ ભૂંસાવા માંડી. શા માટે ડીસાની ચાંદી ભૂલાવા માંડી તે જુઓ આ અહેવાલમાં...

ડીસામાં આવેલું ઉત્તર ગુજરાતનું માણેકચોક બન્યું સુમસામ
ડીસામાં આવેલું ઉત્તર ગુજરાતનું માણેકચોક બન્યું સુમસામ

By

Published : Oct 17, 2020, 8:41 PM IST

  • ચાંદીની માગમાં થયો ઘટાડો
  • ઓછા પ્રમાણમાં વેપાર

બનાસકાંઠા: ભારત અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો તેમજ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરને ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ઓળખવામાં આવે છે. ડીસાને ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકેનું બિરુદ કેવી રીતે મળ્યું તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. પરંતુ એક કારણ અહીની ચાંદી હોવાનું પણ માનવામાં આવે છે.

ડીસામાં આવેલું ઉત્તર ગુજરાતનું માણેકચોક બન્યું સુમસામ

પાકિસ્તાનમાંથી આવતી હતી ચાંદી

એક સમયે ડીસામાથી ચાંદી ગુજરાત અને રાજસ્થાન પહોંચતી હતી. આ વાત જો કે આશ્ચર્યજનક છે કે, કેવી રીતે આટલી બધી ચાંદી ડીસામાં આવતી હશે. ડીસાના વેપારીઓના જણાવ્યાનુસાર આ ચાંદી પાકિસ્તાનમાંથી આવતી હતી. પહેલા સરકાર દ્વારા ચાંદી પર મોટી આયાત ડ્યૂટી લગાવવામાં આવેલી હતી. તો બીજી તરફ પાકિસ્તાનમાં ચાંદીના ખરીદનાર ખૂબ જ ઓછા લોકો હતા, જેના લીધે ચાંદીના ભાવ પાકિસ્તાનમાં ખૂબ જ ઓછા મળતા હતા. જેથી પાકિસ્તાની નાગરિકો તેમની ચાંદીનું વેચાણ ડીસામાં કરવા માટે ચોરીછૂપી રીતે આવતા હતા.

500થી 1000 કિલો ચાંદીની આવક

પાકિસ્તાની નાગરિકો ડીસા આવતા તેનું એક કારણ તો એ હતું કે ડીસા પાકિસ્તાનની સહુથી નજીક આવેલું શહેર છે. તે સમયે બનાસકાંઠા બોર્ડર પણ એટલી વિકસિત નહોતી. જેના લીધે પાકિસ્તાનની સરહદ પર વસતા લોકો ડીસા આવીને ચાંદી વેચીને જતા રહેતા હતા. જેના લીધે ડીસામાં પાકિસ્તાનથી 500થી 1000 કિલો ચાંદીની આવક થતી હતી. પરંતુ ત્યારબાદ સરકારે ચાંદી પરથી આયાત ડ્યૂટી ઘટાડી દેતા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવતી ચાંદી બંધ થઈ ગઈ અને કાયદેસર આવવા માંડી હતી..

ડીસામાં આવેલું ઉત્તર ગુજરાતનું માણેકચોક બન્યું સુમસામ

બદલાયો ગ્રાહકોનો ટ્રેન્ડ

આ ઉપરાંત પહેલા લોકો ચાંદીના ઘરેણાં ખૂબ જ પહેરતા હતા. પરંતુ સમય બદલાતા લોકોનો ટ્રેન્ડ પણ બદલાયો છે. હવે લોકો ચાંદીના બદલે સોનાના ઘરેણાં પહેરવા માંડ્યા છે. જેના લીધે ચાંદીની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પહેલાના સમયમાં રાજસ્થાનના ગ્રાહકો ડીસામાથી ચાંદીની ખરીદી કરતાં હતા તે ગ્રાહકો હવે રાજસ્થાનના જોધપુર કે જયપુરથી ચાંદીની ખરીદી કરવા માંડ્યા હોવાના લીધે પણ ડીસાનું ચાંદી બજાર પડી ભાંગ્યું છે.

ડીસામાં આવેલું ઉત્તર ગુજરાતનું માણેકચોક બન્યું સુમસામ

એક સમયે ઉત્તર ગુજરાતના માણેકચોક તરીકે ખ્યાતિ પામેલા ડીસાના સોની બજારમાં આજે પણ સોના-ચાંદીનો વેપાર તો થાય છે. પરંતુ પહેલા કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે. અને સમયની સાથે સાથે તેની ઓળખ પણ બદલાઈ ચૂકી છે. અત્યારે તો આ વિસ્તારના કારીગરો તેમના સુવર્ણ ઇતિહાસને બસ યાદોમાં સમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details