ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 ઈસમોની ધરપકડ કરાઈ - DISA police

બનાસકાંઠા: જિલ્લા રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે ટેટોડા પાસેથી પાલનપુર ACB પોલીસે ટ્રેકટરમાં દારૂ લઇ જતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

ડીસા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 ઈસમોની ધરપકડ કરાઈ

By

Published : Sep 14, 2019, 2:33 AM IST

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજયાણ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ.એ.ચૌધરી પોલીસ સબઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટેટોડા પાસે એક ટ્રેકટર ટોલી નંબર વગરનું આવતા ઊભુ રખાવી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નગ 148 કુલ બોટલ 5340 કિંમત રૂપિયા 7,10,400/- મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા-1000/- તથા મંડપ લગત સામાન કિ. રૂ.9700/- તથા ટ્રેકટર ટોલીની કિ.રૂ.6,00,000/-એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 13,21,100/- સાથે 2 ઈસમોની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details