ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha Rain: ડીસામાં મેઘરાજાની દે ધનાધન બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ડીસામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ પણ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોને હવે ક્યારે નિરાકરણ મળશે તે કહેવું અહીંયા મુશ્કેલ છે. પરંતુ હાલ તો ડિસાના લોકો પાણી ભરાવાના કારણે હેરાન થઇ રહ્યા છે.

ડીસામાં વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ડીસામાં વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

By

Published : Jul 7, 2023, 3:44 PM IST

ડીસામાં વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વરસાદે ત્રણથી ચાર કલાક વિરામ લીધા બાદ ગત મોડી રાત્રીથી ફરી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેના કારણે ડીસાના અનેક વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

વાસ વિસ્તારમાં પાણી: જે પ્રમાણે ડીસામાં ગત મોડી રાત્રીથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં ડીસા રેજિમેન્ટ વિસ્તારમાં આવેલા મારી વાસ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. જેથી લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને અત્યારે ઘરમાં પુરાઈને બેઠા છે. આ જગ્યા છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાય છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં ભરવામાં આવતા નથી. જેથી દર વર્ષે પાણી ભરાય છે અને આ માળીવાસ વિસ્તારના લોકોને આ સમસ્યાનો ભોગ બનવું પડે છે.

" અમે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા હજુ કોઈ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી અનેક વખત અહીં પાણી ભરાય છે. શાળાએ બાળકો જઈ શકતા નથી. અમે ઘરની બહાર કરિયાણું કે શાકભાજી લેવા જઈ શકતા નથી અને અમને અહીં રહેવામાં ખૂબ તકલીફ પડે છે તેથી તંત્રને અપીલ કરીએ છીએ કે તંત્ર દ્વારા સત્વરે આ પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે --પાર્વતી બેન (સ્થાનિક મહિલા)

સમસ્યાનું નિવારણ: સ્થાનિક રહીશો પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે," અહીં અમે રહીએ છીએ અમને ખૂબ તકલીફ પડે છે અહીંથી ધારાસભ્ય પણ પસાર થાય છે. તો તેમને પણ આ જોઈને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ ત્યારે વાહન ચાલકે પણ જણાવ્યું હતું કે અમારે અહીંથી બાઈક લઈને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે. અમારે અહીંથી માર્કેટ યાર્ડમાં શાકભાજી લઈને જવું હોય તો જઈ શકતા નથી. જેથી ધારાસભ્ય અને પણ રજૂઆત છે કે એમનું પણ ઘર આ રસ્તા પર આવેલું છે. આ સમસ્યાનું નિવારણ લાવે તેવી અમારી માંગ છે.

રાણપુર રોડ પર ભરાયા પાણી: ગત મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ જેમાં મારી વાસ વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે ડીસા થી રાણપુર ને જોડતા રસ્તા પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. જેથી રોડની આજુબાજુ સોસાયટી દુકાનની આગળ પાણી ભરાવાને કારણે દુકાનદારો અને સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો પણ અહીં ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

  1. Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા
  2. Banaskantha News : માલોત્રાના ખેડૂતોની એક અવાજે માગણી, વરસાદી પાણીથી જમીન ધોવાણનો સર્વે કરી સહાય આપો

ABOUT THE AUTHOR

...view details