ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ અંબાજીમાં બસ સ્ટેન્ડની હાલત જર્જરિત - old bus station

યાત્રાધામ અંબાજીમાં પણ ST નિગમનું બસ સ્ટેન્ડ જર્જરિત અને જોખમી બન્યું છે. જ્યાં આવતા હજારો પ્રવાસીઓ સહિત STના કર્મચારીઓ ઉપર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. આ બિલ્ડીંગ ઉપર મોટા પીપળા અને વડલા જેવા વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. બિલ્ડીંગ ગમે ત્યારે પડે તેવો ભય ખુદ ST નિગમના કર્મચારીઓને સતાવી રહ્યો છે.

50 વર્ષ જુનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં
50 વર્ષ જુનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં

By

Published : Mar 4, 2021, 2:43 PM IST

Updated : Mar 4, 2021, 4:32 PM IST

  • 50 વર્ષ જુનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં
  • બસ સ્ટેન્ડમાં મોટી હોનારત થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે
  • બસ સ્ટેન્ડના બિલ્ડીંગના પિલ્લરો પણ ફાટી ગયા છે

બનાસકાંઠા: જિલ્લામાં યાત્રાધામ અંબાજીમાં અંદાજે 50 વર્ષ અગાઉ નિર્મિત થયેલું ST બસ સ્ટેન્ડ હાલમાં જર્જરિત અને જોખમી બન્યું છે. અંબાજી યાત્રાધામ હોવાથી રોજિંદા હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે, ત્યારે બસ સ્ટેન્ડમાં મોટી હોનારત થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. ST બસ સ્ટેન્ડનું સમગ્ર બિલ્ડીંગ જર્જરિત હાલતમાં ભયજનક રીતે ઉભું છે.

ડ્રાઈવર-કંંડક્ટર જર્જરિતને જોખમી બિલ્ડીંગ કરે છે રાતવાસો

બસ સ્ટેન્ડના બિલ્ડીંગના પિલ્લરો પણ ફાટી ગયા છે. આ બિલ્ડીંગ ઉપર મોટા પીપળા અને વડલા જેવા વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. બિલ્ડીંગ ગમે ત્યારે પડે તેવો ભય ખુદ ST નિગમના કર્મચારીઓને સતાવી રહ્યો છે. અંબાજી એક મોટું યાત્રાધામ છે અને રોજીંદા હજારો પ્રવાસીઓની અવર-જવર આ બસ સ્ટેન્ડમાં થાય છે. મોટી સંખ્યામાં અન્ય ડેપોની બસના ડ્રાઈવર-કંડક્ટર આ જર્જરિતને જોખમી બિલ્ડીંગ રાતવાસો કરતા હોય છે. જો કોઈ હોનારત સર્જાય તો મોટી જાનહાની થવાનો ડર લાગી રહ્યો છે. જો હવે આ બિલ્ડીંગને તાકીદે ડિમોલેશન નહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જવાનો ભય પણ સતાવી રહ્યો છે.

આ પણ વાંચો:નવરાત્રિના પર્વને ધ્યાને લઇ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો

પ્રવાસીઓને બેસવાના લોખંડના બાકડા પણ તૂટી ગયા

આ બસ સ્ટેન્ડમાં જ્યાં પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય ત્યાં પણ બેઠકવાળી જગ્યાએ પિલરો ફાટી ગયા છે અને ઉપરથી પોપડાં પણ ઉખડી રહ્યા છે, એટલું જ નહીં પ્રવાસીઓને બેસવાના લોખંડના બાકડાં પણ તૂટી ગયા છે, તે પણ ઇજા કરી શકે છે. જોકે આ બાબતે અંબાજી ST ડેપોના મેનેજર જણાવી રહ્યા છે કે, આ બસ સ્ટેશનના નવીનીકરણ માટે સરકારે છ કરોડ રુપિયાની જોગવાઈ કરી છે. હાલના જર્જરિત બિલ્ડીંગના ડિમોલેશન માટે ટેન્ડર પ્રક્રીયા પણ થઈ ગઈ છે. પ્રવાસીઓમાં આ જોખમી બસ સ્ટેન્ડને લઈને સુચનો પાટીયા પર ચોંટાડવામાં આવ્યા છે.

ખૂબ જ જૂનું બસ સ્ટેશન

જોકે અંબાજી બસ સ્ટેશન 1971માં બંધાયેલુ છે. જે બિલ્ડીંગ જુનું થયું છે. પડેલી તિરાડોને બિલ્ડીંગ ઉપર ઉગેલા વૃક્ષો જોતા ગમે ત્યારે ધરાસાઈ થાય તેવો ડર સતત લોકોને સતાવી રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ જર્જરિત ST બસ સ્ટેન્ડનું નિકાલ આવે તે જરુરી બન્યું છે.

50 વર્ષ જુનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં
Last Updated : Mar 4, 2021, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details