- કોરોના વાઈરસની મહામારી વચ્ચે હીરા બજારના વેપારીઓનું અનોખું દાન
- હીરા બજારના વેપારીઓએ 2.39 કરોડના સાધનો આપ્યા
- બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીનું નિવેદન
બનાસકાંઠા:કોરોનાની બીજી લહેરે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્ર પાસેથી હરિભાઈ ચૌધરીએ માહિતી મેળવ્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ આ અંગે મુંબઇના હીરા-ઝવેરી બજારના વેપારીઓને વિનંતી કરી હતી કે, વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિંએ બનાસકાંઠા જિલ્લો ખુબ મોટો જિલ્લો છે. જેથી કોરોના વાઈરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લાને મદદરૂપ થવા માંગણી કરી હતી.
હીરા બજારના ઝવેરીઓનું અનોખું દાન હીરા બજારના વેપારીઓ બનાસવાસીઓને મદદરૂપ બન્યા
આ માંગણીને ધ્યાને લઇ મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી નેશલન રિલીફ ફાઉન્ડેશન તરફથી બનાસકાંઠા જિલ્લાને રૂપિયા 11 લાખના એક એવા કુલ-15 વિપ્રો કંપનીના વેન્ટિલેટર રૂપિયા 70 લાખના 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 10 મલ્ટીપેરા મોનિટર સહિત રૂપિયા સવા બે કરોડથી વધુ રકમના મેડિકલ સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે આપ્યા છે. મુંબઇમાં વસતા હીરા બજારના વેપારીઓ પૂર, અછત કે કોરોના જેવી મહામારી જેવી કોઇ પણ આફત આવે ત્યારે બનાસવાસીઓને મદદરૂપ બન્યા છે.
કોરોના વાઈરસની મહામારી વચ્ચે હીરા બજારના વેપારીઓનું અનોખું દાન આ પણ વાંચો:કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી
અગાઉ પણ નડાબેટ ખાતે રક્ષા કરતા જવાનો માટે સાધનો આપ્યા હતા
વર્ષ-2016માં નડાબેટ ખાતે SRK ગ્રુપ સુરતની મદદથી બોર્ડર પર માઁ ભોમની રક્ષા કરતાં BSFના જવાનોને સુવિધા પુરી પાડવા રૂપિયા 1.50 કરોડના વિવિધ સાધનો આપવામાં આવ્યા હતાં. ભારતના હીરા બજારમાં પાલનપુરવાસીઓનું બહુ મોટું યોગદાન છે. મુંબઇમાં રહેતા પાલનપુરના વતનીઓએ વતનનું ઋણ અદા કરવા માટે સવા બે કરોડની માતબર રકમના વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રે્ટર, મલ્ટીપેરા મોનિટર સહિતના મેડિકલના સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે મળ્યાં છે. મુંબઇ જેમ્સ એન્ડ જ્વેલરી તરફથી મળેલા મેડિકલના સાધનો જિલ્લાના અંતરીયાળ ગામડા અને જરૂરીયાતમંદ વિસ્તારમાં પહોંચડવામાં આવશે.
આ પણ વાંચો: આણંદ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ દર્દીઓ માટે સહાયતા કેન્દ્ર શરૂ કરાયું
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીનું નિવેદન
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરીભાઇ ચૌધરી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના બીજા દાતાઓ પણ દાનની સરવાણી વહાવી રહ્યાં છે. અદાણી ફાઉન્ડેશનની મદદથી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે. ટોરેન્ટ સાથે ટાયપ કરવામાં આવ્યું છે. એમના તરફથી બે ઓક્સિજન પ્લાન્ટ મળવાના છે. કોરોના મહામારીના સમયમાં લોકોની સેવા માટે બનાસકાંઠા જિલ્લાના દાતા સમાજ સેવા માટે આગળ આવી રહ્યાં છે. તે તમામનો કલેક્ટરે આભાર વ્યક્ત કર્યો હતો.