ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં ડાયાલીસીસ સેંટરનો પ્રારંભ, દરરોજ 20 દર્દીને લાભ મળશે - gujaratinews

બનાસકાંઠા: કિડની ફેલ્યર એ દર્દીઓ માટે સહુથી મોટી સમસ્યા હોય છે. ડાયાલીસીસની અને દર્દીની આર્થિક પરિસ્થિતી નબળી હોય તેવા સમયે ડાયાલીસીસ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. ત્યારે સોમવારના રોજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડીસામાં પ્રથમ નિ:શુલ્ક ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે અને આ સેન્ટરનો લાભ દરરોજના 20 લોકોને મળશે.

બનાસકાંઠા

By

Published : Jul 1, 2019, 5:26 PM IST

સરહદી બનાસકાંઠા જીલ્લામાં આરોગ્ય લક્ષી સુવિધા સુદ્રઢ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે અને આજે એટલે કે સોમવારના રોજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે 150 લાખના ખર્ચે ડાયાલીસીસ સેન્ટરનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં કરાયો ડાયાલીસીસ સેંટરનો પ્રારંભ

ડીસામાં લોકાર્પણ થયેલા ડાયાલીસીસ સેન્ટરમાં ડાયાલીસીસના 20 યુનિટ મૂકવામાં આવ્યા છે અને આ સેન્ટરમાં દરરોજના 20 જેટલા દર્દીઓને સુવિધાનો લાભ મળી રહેશે. ડીસામાં પ્રથમ વાર શરૂ થયેલા સરકારી ડાયાલીસીસ સેન્ટરનો ગરીબ દર્દીઓને મોટો લાભ થશે અને દર્દીઓને ડાયાલીસીસની સુવિધા મેળવવા માટે હવેથી દૂર સુધી લાંબા થવું નહીં પડે.

ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે આજે જ લોકો માટે ખુલ્લા મુકાયેલા ડાયાલીસીસ સેન્ટરનો લોકો પ્રથમ દિવસથી લાભ લેવા માંડ્યા છે અને આ સુવિધાને લઈ દર્દીઓ જણાવી રહ્યા છે કે, ડાયાલીસીસની મોંઘી સારવાર લેવા માટે તેમણે દૂર દૂર સુધી લાંબા થવું પડતું હતું. પરંતુ હવેથી તેમણે ઘર આંગણે જ આ સુવિધા મળતી થતાં સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડીસામાં સરકારી ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત થતાં કિડની ફેલ્યરના હજારો દર્દીઓને તેનો લાભ મળી શકશે. આ ઉપરાંત ડીસાની સરકારી હોસ્પિટલમાં કાર્ડ માટે એક અલગ કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. જેથી બહારથી સારવાર માટે આવતા દર્દીઓને ભાડાનું વળતર પણ મળી શકશે.

ABOUT THE AUTHOR

...view details