ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં 2 દિવસ સુધી ધરોઈનું પાણી નહીં મળે! - બનાસકાંઠાના સમાચાર

પાલનપુર નગરપાલિકાના પુરવઠા વિભાગ દ્વારા શહેરીજનોની પાણીની સમસ્યાને નિવારવા ગત કેટલાય વર્ષોથી ધરોઈ જૂથ યોજનાનું પાણી પાઇપલાઇન મારફત પહોંચાડાય છે, પરંતુ પાઈપલાઇનનું રિપેરીંગ કાર્ય પૂરજોશમાં ચાલુ હોવાથી આજે 11 જાન્યુઆરીથી આવતીકાલ 12 જાન્યુઆરી સુધી ધરોઈનું પાણી અપાશે નહીં

નગર સેવા સદન પાલનપુર
નગર સેવા સદન પાલનપુર

By

Published : Jan 11, 2021, 7:38 PM IST

  • રતનપુર નજીક ધરોઇની પાઈપલાઈનમાં સર્જાયું ભંગાણ
  • અવારનવાર ધરોઇની પાઈપલાઈનમાં સર્જાય છે ભંગાણ
  • શહેરીજનોને નહીં મળે પાણી

બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકાના પુરવઠા વિભાગ દ્વારા શહેરીજનોની પાણીની સમસ્યાને નિવારવા ગત કેટલાય વર્ષોથી ધરોઈ જૂથ યોજનાનું પાણી પાઇપલાઇન મારફત પહોંચાડાય છે, પરંતુ પાઈપલાઇનનું રિપેરીંગ કાર્ય પૂરજોશમાં ચાલુ હોવાથી આજે 11 જાન્યુઆરીથી આવતીકાલ 12 જાન્યુઆરી સુધી ધરોઈનું પાણી અપાશે નહીં.

2 દિવસ નહીં મળે પાણી

પાલનપુરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નગરજનોને ધરોઈ જૂથ યોજના આધારિત ધરોઈનું પાણી પાઇપલાઇન મારફત પહોંચાડાય છે, પરંતુ પાલનપુર-દાંતા માર્ગ પર રતનપુર નજીક ધરોઇની પાઈપલાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતું હોય છે. જેથી શહેરીજનોને વર્ષમાં 2 વખત 3-4 દિવસો સુધી ધરોઇના પાણી વિના જ ચલાવવું પડે છે. હાલમાં પણ રતનપુર નજીકની ધરોઇની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેથી આ પાઇપલાઇનનું રિપેરીંગ કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે. પરિણામે શહેરીજનોને 11 અને 12 જાન્યુઆરી સુધી ધરોઇનું પાણી નહીં મળે.

ABOUT THE AUTHOR

...view details