ગુજરાત

gujarat

By

Published : May 30, 2019, 10:46 AM IST

ETV Bharat / state

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અંબાજી માતાની શરણમાં ઝુકાવ્યું શિશ

અંબાજીઃ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને કુટીર ઉદ્યોગના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા બુધવારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. આ પવિત્રધામમાં તેમણે પરીવાર સાથે મંદિરમાં સાંજની આરતીનો લાભ લીધો હતો અને મંદિરના પુજારીએ તેમને કુમકુમ તિલક કરી આશીર્વાદ પણ આપવામાં આપ્યા હતા.

અંબાજી

સાથે જ મંદિરના વહીવટદાર સી.જે.ચાવડા દ્વારા ધર્મેન્દ્ર સિંહ જાડેજાને સ્મૂર્તિ સ્વરૂપે યંત્રની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. જો કે, તેમની સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ પણ મંદિરમાં દર્શન માટે સાથે જોડાયા હતા. ત્યારબાદ જાડેજાએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અંબાજીના દર્શન કરી આશીર્વાદ લીધા

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં પોતે પ્રજાની સેવા કરી શકે તે માટે આશીર્વાદ લેવા માટે અંબાજી પધાર્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમને પણ દેશના વિકાસ માટે માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણ મઢવાની કામગીરીની સમીક્ષા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details