ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ચાર વર્ષ બાદ ફરી એકવાર સોના ચાંદીની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધનતેરસના દિવસે લોકોએ મન મૂકીને દાગીનાની ખરીદી ( Gold Silver Market Bullish ) કરી છે. ખાસ કરીને બે વર્ષ કોરોના મહામારી અને ત્યારબાદ પણ લોકોના ધંધા રોજગાર પડી ભાગતા સોનાચાંદીના વેપાર પર માઠી અસર પડી હતી. પણ હવે ધીરે ધીરે લોકોના ધંધા રોજગાર થાળે પડતા સોનાચાંદીની ખરીદીને ( Jewellers of Banaskantha ) લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતા આ વર્ષે બજારમાં ભારે તેજી આવી છે.
ધનતેરસે 20 કરોડના સોનાચાંદીના દાગીનાની ખરીદી થતાં બનાસકાંઠાના સોનીઓને બખ્ખાં
બનાસકાંઠામાં ધનતેરસ ( Dhanteras 2022 ) ના દિવસે સોનાચાંદી બજારમાં તેજીનો માહોલ ( Gold Silver Market Bullish ) છે. ત્રણ વર્ષ બાદ ફરી એકવાર તેજીનો માહોલ થતાં વેપારીઓને બખ્ખાં ( Jewellers of Banaskantha ) પડી ગયા છે. એક જ દિવસમાં બનાસવાસીઓએ અંદાજિત 20 કરોડથી પણ વધુના દાગીના ( 20 crores Gold Silver Sold in Banaskantha ) ખરીદ્યા છે.
બનાસ ડેરીએ નફો ચૂક્વ્યો છેડીસા અને બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો કોરોના મહામારી બાદ હવે લોકોના ધંધા રોજગાર ખુલતા અને આ વર્ષે બનાસ ડેરી દ્વારા પણ ગ્રાહકોને 20 ટકા જેટલો નફો ચુકવતા તેની સીધી અસર ધનતેરસે ( Dhanteras 2022 ) સોનાચાંદીના બજારમાં તેજી ( Gold Silver Market Bullish ) રૂપે જોવા મળી રહી હોવાનું વેપારીઓનુ અનુમાન છે.
જિલ્લામાં 20 કરોડની સોનાચાંદીની ખરીદી થઈધનતેરસના દિવસે વર્ષોથી સોનાચાંદીની ખરીદીની માન્યતા ચાલી આવે છે. જેના કારણે દર વર્ષે લોકો ધનતેરસ ( Dhanteras 2022 ) ના દિવસે સોનાચાંદીની ખરીદી કરતા હોય છે. છેલ્લા બે ત્રણ વર્ષથી કોરોના મહામારીના કારણે સોનાચાંદીના વેપાર પર મોટી અસર જોવા મળી હતી. પરંતુ આ વર્ષે લોકો ધનતેરસના દિવસે સોનાચાંદીની ખરીદી મોટા પ્રમાણમાં ( Gold Silver Market Bullish ) કરી હતી. એક અંદાજ મુજબ ડીસામાં એક જ દિવસમાં સાત કરોડ આસપાસ, પાલનપુરમાં 10 થી 12 કરોડ તેમજ બનાસકાંઠા જિલ્લામાં 20 કરોડથી પણ વધુ સોનાચાંદીના દાગીનાનો વેપાર થયો હોવાનું વેપારીઓનું ( Jewellers of Banaskantha ) માનવું છે.