ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ધાનેરામાં વ્યાજખોરોના ત્રાસથી સજ્જડ બંધ પાળી વેપારીઓએ કર્યો વિરોધ - બનાસકાંઠા ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ધાનેરામાં વ્યાજખોરોના ત્રાસના કારણે સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. ધાનેરા વિસ્તારમાં જે પ્રકારે વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. તેના કારણે લોકોનું જીવવું કપરૂ બન્યું છે. આ મામલે તમામ વેપારી આગેવાનો એક થઈ શુક્રવારના રોજ સજ્જડ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો.

banaskantha
બનાસકાંઠાના ધાનેરામાં વ્યાજખોરોના ત્રાસથી સજ્જડ બંધ પાળવામાં આવ્યું

By

Published : May 29, 2020, 7:43 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજ ન ચૂકવતાં વ્યાજખોરો ઉગ્ર બન્યા છે. વ્યાજખોરના વધુ પડતા દબાણને કારણે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ધાનેરામાં પણ વ્યાજખોરોના આતંક સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જો કે આ મામલે કોઈજ તપાસ ના થતા લોકોની પીડા વધુ થતા શુક્રવારે ધાનેરાના સંગઠનોએ એક સંપ થઈ ધાનેરાની સજ્જડ બંધનું એલાન આપ્યું હતું. જે મામલે આજે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. વેપારીઓની માંગ છે કે, લોકડાઉનના સમયે લોકો ખૂબ તકલીફમાં છે અને આવી તકલીફના સમયમાં વ્યાજખોરોના ત્રાસના કારણે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર સખત પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.

બનાસકાંઠાના ધાનેરામાં વ્યાજખોરોના ત્રાસથી સજ્જડ બંધ
ધાનેરા સજ્જડ બંધ હોઈ આ મામલાને જિલ્લા પોલીસ અધિક્ષકે પણ ગંભીરતાથી લીધી હતી. લોકોની માંગણીને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ ધાનેરા ખાતે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અત્યાર સુધી જે બે ફરિયાદ નોંધાઇ છે. એ તમામ બાબતે 5 આરોપીઓની અટકાયત કરી છે. તેમજ લોકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે.
વ્યાજખોરોના 5 આરોપીઓની ધરપકટ
વ્યાજખોરોના ત્રાસથી ધાનેરા સજ્જડ બંધ રાખ્યું છે. લોકોમાં વ્યાજ ખોરોના કારણે ભયનો માહોલ છે. ત્યારે આ વ્યાજ ખોરોના ત્રાસથી વહીવટી તંત્ર લોકોને છુટકારો અપાવે છે કે કેમ...?

ABOUT THE AUTHOR

...view details