બનાસકાંઠાઃ આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલાક બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ આવા બુટલેગરોને અવારનવાર ઝડપી લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે.
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવતો હોય છે. ગુજરાતમાં લોકડાઉન ખુલતાની સાથે જ સૌથી વધુ દારૂનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને ડીસા તાલુકામાંથી ઝડપાયો છે.
પોલીસને મળતી બાતમીના આધારે પોલીસ મોટા પ્રમાણમાં દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા અન્ય રાજ્યમાં બનાસકાંઠામાંથી મોટા પ્રમાણમાં દારૂ પહોંચાડવામાં આવે છે. પોલીસ આવા દારૂને બાતમીના આધારે જપ્ત કરી બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરે છે. બનાસકાંઠાના ધાનેરામાં પણ પોલીસે બુટલેગરોને પકડવામાં સફળ રહી છે.
ધાનેરા પોલીસે 237 જેટલા ગુનામાં 2.71 કરોડ કરતા વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલા તમામ દારૂના જથ્થાનો લેલાવા ગામે નાશ કરવામાં આવ્યો છે. ધાનેરા નાયબ કલેકટર યોગેશ ઠક્કર અને પોલીસ અધિકારીઓ ની હાજરીમાં આ 2.71 કરોડ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.