બનાસકાંઠા: જિલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા પોલિસવડા દ્વારા તમામ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ તેમજ પુછપરછ કરવા સુચના અપાઇ હતી, જેને પગલે બુધવારે શંકાસ્પદ જણાતા ત્રણ ઇસમોને પોલીસે પકડીને ઉલટ તપાસ કરતાં મોટા પ્રમાણમાં વાહન ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી.
જિલ્લામાં વાહન ચોરીઓના ગુનેગારોને શોધી કાઢવાની સુચનાનેે પગલે તેમજ ધાનેરા ખાતેથી ઇક્કો ગાડીની ચોરી થયેલી હોવાથી પોલીસ ઇન્સપેક્ટર એસ.એ.ડાભીની સુચનાને આધારે ધાનેરા પોલીસની ટીમ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું.
ત્યારે ચેકીંગ દરમિયાન ધાનેરાથી રાજસ્થાન જતી સિફ્ટ કારને ઉભી રખાવી રાજસ્થાનના રહેવાસી સુરેશકુમાર વિશ્નોઇ, નિરજકુમાર વિશ્નોઇ અને જગદિશકુમાર વિશ્નોઇની પુછપરછ કરતા તેમણે ધાનેરાથી ઇકો ગાડી નં-GJ-27-BE-8684 તેમજ ઇકો ગાડી GJ-12-BN-8413ની ચોરીમાં સામેલ હોવાની કબુલાત કરી હતી. તેેેમજ જે બુધવારે ચોરેલી ઇક્કો ગાડી આગળ જતી હોવાનુ જણાવ્યું હતું.