બનાસકાંઠા: બનાસકાંઠામાં ધાનેરા પોલીસે દારૂબંધીનો કડક અમલ કરતા ગણતરીના કલાકોમાં 23 લાખ કરતા વધુનો મુદામાલ ઝડપી પાડતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરમાં ધાનેરા પોલીસ નો ખોફ વ્યાપી ગયો છે.
ધાનેરા પોલીસની કાર્યવાહી, ગણતરીના કલાકોમાં 23 લાખ કરતા વધુ દારુ ઝડપ્યો આમ તો દારૂબંધી બાબતે હંમેશા પોલીસ પર જ માછલાં ધોવાતા હોય છે, પોલીસની કામગીરી બાબતે અનેકવાર સવાલો અને આક્ષેપ થતા હોય છે. પણ આ તમામની પરવાહ કર્યા વગર પોલીસ પોતાનું કામ કરતી રહે છે. જેના કારણે લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં પ્રવેશતી વખતે જ ઝડપાઇ જાય છે.
ધાનેરા રાજસ્થાન સરહદે આવેલો તાલુકો હોવાથી વારંવાર દારૂ પકડાઈ છે, પણ ધાનેરા પોલીસે દારૂબધી બાબતે લાલ આંખ કરતા નેનાવા બોર્ડર અને અગ્રવાલ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી 4 લાખ 44 હજાર કરતા વધુનો દારૂ અને ટોટલ 23 લાખ 64 હજાર કરતા વધુ મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના છ ઈસમો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરા પી.આઈ ડાભી, પોલીસ વિક્રમભાઈ રાયસગભાઈ ખુમાભાઈ સહિત તેમની ટીમે બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા વાહન લકઝરી ટાટા 407 અને સ્વીફ્ટ ગાડીમાંથી દારૂ ઝડપી પાડતા દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ધાનેરા પોલીસનો ડર શરુ થયો છે.