ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતમાંથી કુલ 5500 સંઘ અંબાજી દર્શનાર્થે ઉમટ્યાં, આદિજાતિ વિસ્તારના સંઘ તરફથી 224 ધજાઓ - Gujarat tribal areas

‌ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 સંઘો અંબાજીમાં ભાદરવી પૂર્ણિમા 2022 નિમિત્તે મા અંબાના દર્શનાર્થે ( 5500 Sangh flocked to Bhadravi Poonam Darshan ) ઉમટ્યાં છે. બનાસકાંઠા સહિતના ‌આદિજાતિ વિસ્તારમાંથી માઇભક્તોના 224 સંઘ મા અંબાજીના દર્શન કર્યાં છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા 224 ગામોમાં ધજા મોકલવામાં (224 Sangh From tribal area came to Ambaji ) આવેલી છે. આમ ‌લાખો આદિજાતિ માઇભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ નમાવ્યું છે.

ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતમાંથી કુલ 5500 સંઘ અંબાજી દર્શનાર્થે ઉમટ્યાં, આદિજાતિ વિસ્તારના સંઘ તરફથી 224 ધજાઓ
ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતમાંથી કુલ 5500 સંઘ અંબાજી દર્શનાર્થે ઉમટ્યાં, આદિજાતિ વિસ્તારના સંઘ તરફથી 224 ધજાઓ

By

Published : Sep 10, 2022, 6:43 PM IST

પાલનપુર અંબાજીમાં ભાદરવી પૂર્ણિમા 2022 નિમિત્તે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ( 5500 Sangh flocked to Bhadravi Poonam Darshan ) હતાં. બે વર્ષ બાદ યોજાયેલા મેળા ને લીધે માઇ ભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ હતો. જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય મહોલ વચ્ચે જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતમાંથી કુલ 5500 સંઘ5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ( Ambaji Bhadarvi Purnima 2022 )ગુજરાતભરમાંથી 5500 જેટલા માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતાં. જેમાંથી 224 કરતા વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી મા અંબાના દર્શનાર્થે (224 Sangh From tribal area came to Ambaji ) આવ્યા હતાં. અંબાજી આસપાસના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.

આદિજાતિ વિસ્તારના સંઘ તરફથી 224 ધજાઓદર વર્ષે અંબાજી સહિતના આદિજાતિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા અને સંઘ મારફતે અંબાજી આવી માના ચરણોમાં શિશ નમાવતા હોય છે. ચાલુ સાલે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જિલ્લાના 184 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 30 એમ મળી કુલ 224 ગામમાં ધજા (224 Sangh From tribal area came to Ambaji ) મોકલવામાં આવી હતી. જેથી દરેક ગામમાંથી માઇભક્તો ધજા અને સંઘ લઇને માતાજીના દર્શને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવ્યા હતાં અને માના આશીર્વાદ મેળવ્યા હતાં. નોંધનીય છે કે લીમખેડાના સંઘ દ્વારા મા અંબાને 511 ગજની ધજા ચડાવવામાં આવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details