- નવરાત્રિ દરમિયાન અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો
- અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
- તહેવાર દરમિયાન કોરોના માર્ગદર્શિકાના ભક્તો દ્વારા ધજાગરા
અંબાજી : અંબાજીમાં નવરાત્રિ દરમિયાન ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે મંદિરમાં કોરોના મહામારી દરમિયાન ભક્તો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવામાં આવ્યા હતા.
નવરાત્રિ દરમિયાન કોરોના મહામારીના કારણે રાજ્યભરમાં ગરબા બંધ રાખવાની ફરજ પડી છે, ત્યારે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને પૂરતો દર્શનનો લાભ મળે તે માટે અંબાજી મંદિરમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા
અંબાજી આવતા યાત્રિકોને જાણે કોરોનાનો સહેજ પણ ડર ન હોય તેમ માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા. જેમાં મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ભીડના સમાચાર મળતા મંદિરના વહીવટદાર પોતે સ્ટાફ સાથે મંદિર આગળ પહોંચી ગયા હતા અને ભીડને કંટ્રોલ કરવાનો પ્રયાસો કર્યો હતો.