ડીસાઃ તાલુકાનું કાંટ ગામ આજે વિકાસનું સાક્ષી બન્યું હતું. કાંટ ગામના સરપંચ દ્વારા રવિવારના રોજ પોતાના સ્વખર્ચે ગામમાં તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કાંટ ગામના ઠાકોર સમાજના આગેવાન સ્વર્ગીય ઓધારજી ઠાકોરની યાદ ગામમાં પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત ડીસાના ધારાસભ્યના વરદ હસ્તે કરવાં આવ્યું હતું. ડીસા તાલુકામાં આવેલા કાંટ ગામના સ્વર્ગીય ઓધારજી ઠાકોરના પરિવાર દ્વારા આજે સ્વર્ગીય ઓધારજી ઠાકોરની યાદમાં ગામમાં પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ડીસા તાલુકાના કાંટ ગામના સરપંચ દ્વારા ગામમાં શરૂ કરાયા વિકાસના કાર્યો - Kat village
રવિવારના રોજ ડીસા તાલુકાના કાટ ગામના સરપંચ દ્વારા ગામમાં વિકાસના કામની શરૂઆત કરવામાં આવી હતી. રવિવારના રોજ શરૂ થયેલા આ કામોથી આગામી સમયમાં આ ગામને અનોખી ઓળખ મળશે.
![ડીસા તાલુકાના કાંટ ગામના સરપંચ દ્વારા ગામમાં શરૂ કરાયા વિકાસના કાર્યો ડીસા તાલુકાના કાટ ગામના સરપંચ દ્વારા ગામમાં શરૂ કરાયા વિકાસના કાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7905597-821-7905597-1593957040904.jpg)
ડીસા તાલુકાના કાટ ગામના સરપંચ દ્વારા ગામમાં શરૂ કરાયા વિકાસના કાર્યો
ડીસા તાલુકાના કાટ ગામના સરપંચ દ્વારા ગામમાં શરૂ કરાયા વિકાસના કાર્યો
આ ઉપરાંત રવિવારના રોજ કાંટ ગામના સરપંચ અને સ્વર્ગીય ઓધારજી ઠાકોરના ભત્રીજા એવા જયંતિજી ઠાકોર દ્વારા ગામમાં સ્વખર્ચે તૈયાર કરવામાં આવેલા વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવાં આવ્યું હતું.
કાંટ ગામમાં આવેલા જોગણી માતાના મંદિર ખાતે ગામના લોકો અને બાળકોના હરવા ફરવા માટે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં અગાઉ ખૂબ જ ગંદકી હતી. જે સ્થળને સ્થાનિક સરપંચ દ્વારા પોતાના સ્વ ખર્ચે સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રવિવારના રોજ આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.