- પાલનપુર નગરપાલિકા જિલ્લાની સહુથી મોટી નગરપાલિકા છે
- બે મહિના પહેલા વિકાસ નકશો મંજુર કરાયો હતો
- શહેરીજનોને વાંધા સૂચનો મોકલવા નકશો પાલિકાના જાહેર નોટિસબોર્ડ પર લગાવ્યો હતો
- બે મહિનામાં 80થી વધુ વાંધા અરજીઓ આવી
બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકા અને વિવાદ બન્ને એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. પાલિકાની કોઈ જ કામગીરી નિર્વિવાદ પૂર્ણ થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. ત્યારે બે મહિના પહેલાં પાલિકાએ શહેરીજનોને વધુ સુવિધાઓ આપવા વિકાસ નકશો રજૂ કર્યો હતો. જે પાલિકા સત્તાધીશોએ બહુમતીના જોરે મંજુર કર્યો હતો અને શહેરીજનોને નકશામાં કોઈ જ બાબત વાંધાજનક લાગે તો 60 દિવસની મર્યાદામાં અરજી કરવા જણાવ્યું હતું, જે હેઠળ અત્યાર સુધી 80 જેટલી વાંધાઅરજીઓ આવી ચૂકી છે. પરંતુ પાલિકા દ્વારા આ તમામ વાંધાઓ બાબતે કોઈ જ યોગ્ય જવાબ નહિ મળતો હોવાનું શહેરીજનો જણાવી રહ્યાં છે.