બનાસકાંઠા : જિલ્લામાં આવેલી ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી અવારનવાર દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થાય છે. લોકડાઉન ખુલતાની સાથે જ બુટલેગરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે.
ડીસા તાલુકા પોલીસે સાવીયાણા ગામ પાસેથી વિદેશી દારૂ સહિત બે આરોપીની કરી અટકાયત - Detention of two accused
ડીસા પાસે આવેલા સાવિયાણા ગામ નજીકથી પોલીસે દારૂ ભરેલી ઈકો ગાડી સહિત બે આરોપીઓને ઝડપી પાડયા છે.
ડીસા તાલુકાની હદમાં જાણે બુટલેગરોને મોકળુ મેદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનથી મોટાપાયે ડીસા તાલુકાની હદમાં દારૂ ઘુસાડવામાં આવે છે, પરંતુ પોલીસે હવે જાણે નક્કી કર્યું હોય કે એક પણ બોટલ વિદેશી દારૂની ગુજરાતમાં પ્રવેશ ન કરવા દેવો તેમ એક પછી એક મોટા પ્રમાણમાં હાલ વિદેશી દારૂ ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ડીસા તાલુકા પોલીસે વોચ ગોઠવી અનેક બુટલેગરોને દારૂ સાથે ઝડપી પાડ્યા છેસ, ત્યારે આજે રવિવારે ડીસા તાલુકાના સાવિયાણા ગામ પાસે દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની માહિતી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ઈકો ગાડી દેખાતા પોલીસે ઊભી રખાવી તલાસી લેતાં તેમાંથી દારૂની 253 બોટલ મળી આવી હતી.
આ સમગ્ર વિગતમાં પોલીસે વિવિધ બ્રાન્ડનો દારૂ અને ગાડી સહિત 3 લાખ 3 હજાર 180 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે કારચાલક વસંતસિંહ નાનસિંહ જાદવ અને સોમતસિંહ રણછોડજી જાદવની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર ડીસા તાલુકા પોલીસ દ્વારા વોચ ગોઠવી દારૂ પકડવામાં આવતા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.