ગુજરાત

gujarat

ETV Bharat / state

મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું - Bhadarvi Poonam Fair

અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે, પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે મેળો રદ્દ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ મેળો રદ્દ કરવામાં આવ્યો છે પણ અંબાજી પંથકમાં માનવ મેહેરામણ જોવા મળી રહ્યું છે.

મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું
મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું

By

Published : Sep 19, 2021, 9:19 AM IST

Updated : Sep 19, 2021, 10:21 AM IST

  • ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો
  • રસતાઓ પર માનવ મહેરામણ જોવા મળ્યુ
  • 187 વર્ષ ચાલી પગપાળા સંઘ

અંબાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયા હોવા છતાં શ્રદ્ધાળુઓના મેળાવડાની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજીમાં ભાદરવી પૂનમને ગણતરીના ત્રણ દિવસ આડે રહ્યા છે. અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે અને 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંબાજી પંથકમાં છુટો છવાયા વરસાદના ઝાપટા વર્ષી રહ્યા છે પણ અંબાજી બહાર માર્ગો ઉપર ગરમીનો ભારે ઉકળાટ જોવા મળે છે જેને લઈ અમદાવાદ રાણીપના કેટલાક ભક્તો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓને વિનામૂલ્ય આઈસ્ક્રીમનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા તેમના જણાવ્યા પ્રમાણે ગરમીમાં યાત્રિકોને થોડી રાહત મળી શકે તેથી વિનામૂલ્ય આઈસ્ક્રીમ થકી સેવા કરવામાં આવી રહી છે.

મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું
મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું

187 વર્ષથી ચાલી રહી છે પદયાત્રા

ભારતદેશની આઝાદી પહેલાથી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી લાલડંડા પગપાળા સંઘે દેશભરમાંથી કોરોવા નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી હતી. જોકે ભારતદેશની આઝાદી પહેલા થી અંબાજી જતુ લાલડંડા પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી પગપાળા ચાલી પોતાની ટેક પુરી કરવા અંબાજી પહોંચે છે, તે પણ આ વખતે ઓછી સંખ્યામાં પદયાત્રીઓ સાથે અંબાજી પહોંચ્યા હતા. આ સંઘ વર્ષો પહેલા અમદાવાદ શહેરમાં પ્લેગની બીમારી ફાટી નીકળી હતી અને તેને શાંત કરવા અંબાજીની પદયાત્રા યોજવાનું નક્કી કરાયું હતુ અને પદયાત્રા બાદ રોગ થમી ગયો હતો, જેથી આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી દેશ ભર માં માથું ઉચક્યું છે ત્યારે પ્લેગની બીમારી નાશ થઈ હતી તેજ રીતે કોરોના પણ દેશભર માંથી નાશ થાય તેવી માં અંબા ને પ્રાર્થના કરવામાં આવી હતી , એટલે જ લાલડંડા પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી પગપાળા ચાલી પોતાની ટેક પુરી કરવા અંબાજી પહોંચે છે.

આ પણ વાંચો : બાળ મજૂરી થશે તો રાજ્ય સરકાર કડક પગલાં ભરશે : બ્રિજેશ મેરજા

રસ્તો ડાયવર્ડ કરવામાં આવ્યો

જોકે હાલમાં જે રીતે અંબાજીના માર્ગો ઉપર પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, તે જોતા દાંતા પછી અંબાજી તરફનો વાહનવ્યવહાર સ્થગિત કરી વાયા હડાદ થઇને ડાયવર્ડ કરવામાં આવ્યો છે, અને દાંતાથી અંબાજી જવા વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યો હતો.

આ પણ વાંચો :ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં થયા શામેલ

Last Updated : Sep 19, 2021, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details