ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskatha news: બટાકા પકવતા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર છતાં ખેડૂતોમાં નારાજગી

રાજ્ય સરકારે બટાટાના ખેડૂતોને નુકસાનીમાં રાહત મળે તે માટે સહાય પેકેજ જાહેર કર્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સંતોષ થયો નથી. ખેડૂતોની માગ છે કે સરકારે કરેલી જાહેરાતથી વેપારીઓની ફાયદો થશે ખેડૂતોને કોઈ લાભ થાય તેમ નથી.

despite-the-announcement-of-support-package-for-potato-farmers-resentment-among-farmers
despite-the-announcement-of-support-package-for-potato-farmers-resentment-among-farmers

By

Published : Mar 7, 2023, 3:58 PM IST

બટાટાના ખેડૂતોને નુકસાનીમાં રાહત મળે તે માટે સહાય પેકેજ જાહેર કર્યું છે

બનાસકાંઠા:બટાટાની વાવેતરની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી થઈ હતી. શરૂઆતમાં ડીસા તાલુકાનું બટાટા સમગ્ર ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ પહોંચતું હતું. જેના કારણે બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસાના બટાટામાં ખેડૂતોને ભાવ પણ સારા મળતા હતા. જ્યારથી અન્ય જિલ્લાઓમાં બટાકાનું વાવેતર વધ્યું છે ત્યારથી સતત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાકાની ખેતીમાં મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

સરકારે કરેલી જાહેરાતથી વેપારીઓની ફાયદો થશે ખેડૂતોને કોઈ લાભ થાય તેમ નથી

બટાકાનું વાવેતર ઘટ્યું:દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર ઘટતું જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં બટાટાના વાવેતરમાં 20થી 25 ટકા જેટલો ઘટાડો થયો છે કારણ કે મોંઘવારીના સમયમાં બટાટાના પોષણક્ષમ ભાવ મળતા નથી અને ભાવમાં અનિયમિતતાને લઈ ખેડૂતો એ દર વર્ષે નુકસાન વેઠવું પડે છે. આ વર્ષે પણ બટાટા નીકાળવાની સિઝનની શરૂઆત સાથેજ ભાવ તળિયે બેસી ગયા છે અત્યારે બટાટાના ભાવ 80 થી 100 રૂપિયા સુધી ચાલી રહ્યા છે અને તેમાં પણ વેપારીઓએ સિન્ડિકેટ કરી હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં બટાટા ખરીદવા માટે કોઈ વેપારી આવતું નથી.

બટાકાનું વાવેતર ઘટ્યું

ખેડૂતો દેવાદાર બન્યા: એક સમયે બટાટા ખરીદવા માટે વેપારીઓની ખેતરોમાં લાઈન લાગતી હતી પરંતુ આજે હવે ખેડૂત વેપારીની રાહ જોઈને બેઠો છે. તો બીજી તરફ ખેડૂતો સતત બટાટાના ભાવ નીચે ગગડતા હોવાના કારણે હાલ કોલ સ્ટોરેજમાં બટાટા મુકવા માટે મજબૂર બન્યા છે. આ તરફ છેલ્લા પાંચ વર્ષથી બટાકામાં આવેલી ભયંકર મંદીના કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે. વર્ષો પહેલા જ્યારે ડીસામાં બટાકાની શરૂઆત થઈ હતી ત્યારે અન્ય રાજ્યોથી મોટાભાગના વેપારીઓ ડીસામાં બટાટા ખરીદી કરવા માટે આવતા હતા.

સહાય પેકેજ જાહેર છતાં ખેડૂતોમાં નારાજગી

સરકારની સહાયથી ખેડૂતો નારાજ:રાજ્યમાં ચાલુ સાલે બટાટાના સતત ભાવ ગંગાડતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા. બનાસકાંઠામાં ચાર કરોડ કટ્ટા બટાટાનું ઉત્પાદન થયું છે પણ ભાવ ન મળતા કરોડોના દેવાદાર બની જશે તેવો ભય સતત સતાવી રહ્યો હતો. ખેડૂતો બટાટા સ્ટોરમાં સંગ્રહ કરે તો તેના ભાડા જેટલા પણ પૈસા મળશે કે કેમ તે વાતને લઈ ખેડૂતો સતત ચિંતાતુર હતા ત્યારે ખેડૂતો અને વેપારીઓએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે સહાય બાબતે રજુઆત કરી હતી જે રજુઆત ને ધ્યાને લઈને આજે સરકારે સબસીડી પેકેજ જાહેર કર્યું છે.

આ પણ વાંચોGujarat Farmer: સરકારી ચોપડે નોંધાયેલા કિસાનોની કિતાબ ખૂલી, સરકારે આપ્યા સત્તાવાર આંકડા

ક્યાંક ખુશી તો ક્યાંક ગમ:જો કે સહાય પેકેજ મામલે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો હતો. ખેડૂતોની માંગ હતી કે સહાય માટે સરકારે ખેતરમાં સર્વે કરવો જોઈએ અને 7/12 ના ઉતારા પ્રમાણે સહાય સીધી ખાતામાં જમા થાય અને જેટલું વાવેતર છે તેટલી પુરેપરી સહાય મળવી જોઈએ. આ જાહેર કરેલા સહાય પેકેજમાં તો વેપારીઓને જ ફાયદો થાય તેમ છે.

આ પણ વાંચોUnseasonal Rain: નવસારીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકને નુકસાનની વકી

કોલ્ડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન:ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રમુખ ફૂલચંદભાઈ માળીએ સરકારે જાહેર કરેલ સહાય પેકેજને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને નાના ખેડૂતોને નુકસાનીમાં ઘણી રાહત મળી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 200થી વધુ કોલ્ડ સ્ટોરેજ ડીસા તાલુકામાં આવેલા છે અને આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 52,000 હેક્ટર જમીનમાં જે પ્રમાણે બટાટાનું વાવેતર થયું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details