- 22 કિલોમીટરનો રસ્તો ફોર લેન બનાવવામાં આવ્યો
- સરકાર દ્વારા માર્ગ બનાવવા માટે 120 કરોડનો ખર્ચ
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યું ઉદ્ઘાટન
અંબાજી: દાંતા થી અંબાજી 22 કીલોમીટર નો ચારમાર્ગીય રસ્તો બનાવવા માટે રસ્તા માટે રૂપીયા 120 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ રસ્તો માર્ગ અને મકાન દ્વારા પૂર્ણ કરાયા બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આજે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો રતનપુર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં પૂજાવિધિ કર્યા બાદ તક્તિ અનાવરણ વિધિ કરવામાં આવી હતી એટલું જ નહીં દાંતા અંબાજી વચ્ચે સતત વાહનો થી ધમધમતા રહેતા ત્રિશુળીયા ઘાટ માં પણ આવતા યાત્રિકોને જોવાલાયક અને ફરવા લાયક સ્થળ મળી રહે તે માટે બે વ્યુ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.