ગુજરાત

gujarat

ETV Bharat / state

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અંબાજીમાં અતિથિ ગૃહનું કર્યું લોકાર્પણ - બનાસકાંઠાના તાજા સમાચાર

યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 15 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા નવીન અતિથિ ગૃહનું આજે એટલે કે શુક્રવારે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.

ETV BHARAT
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અંબાજીમાં અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું

By

Published : Oct 23, 2020, 9:44 PM IST

  • નીતિન પટેેેલે અંબાજીમાં અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું
  • 15 કરોડના ખર્ચે થયું તૈયાર
  • અતિતિગૃહ કુલ 3766.75 ચો.મી. વિસ્તારમાં પથરાયેલું છે

અંબાજીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે એટલે કે શુક્રાવારે અંબાજીમાં અદ્યતન સુવિધાસજ્જ નવીન અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું હતું. યાત્રાધામ અંબાજીનો દિન-પ્રતિદિન ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને યાત્રાળુઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 15 કરોડના ખર્ચથી નિર્માણ પામેલું નવીન અતિથિ ગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો કરશે.

અતિથિગૃહમાં 27 રૂમની સુવિધા

અંબાજી ખાતે નિર્માણ પામેલા કુલ- 27 રૂમની સુવિધાવાળા આ અતિથિ ગૃહમાં 3 VVIP રૂમ, 6 VIP રૂમ, 8 રિસેપ્શન, પ્રતિક્ષા કક્ષ, કોન્ફરન્સ રૂમ, ઓફિસ રૂમ, VIP ડાઇનિંગ રૂમ, જનરલ ડાઇનિંગ રૂમની સુવિધા છે. આ અતિતિગૃહ કુલ 3766.75 ચો.મી. વિસ્તારમાં પથરાયેલું છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અંબાજીમાં અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું

18 કિલોમીટર ચાર માર્ગીય હાઈવે બનાવવાની જાહેરાત

અંબાજી ખાતે આવેલા નાયબ મુખ્યપ્રધાને લાખણીથી થરાદ સુધીનો 18 કિલોમીટરના હાઈને માર્ગને ચાર માર્ગીય બનાવાવની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરી ચૌધરી, સાંસદ પરબત પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details