સુરત શહેરમાં બનેલી ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ઠેર-ઠેર જિલ્લામાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ, બહુમાળીય બિલ્ડિંગો તેમજ હોસ્પિટલોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારીના કારણે અને જગ્યાઓ પર જોખમી ડીપીઓ જોવા મળી રહ્યા છે.
વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી, તાત્કાલિક ડીપી હટાવવાની લોકમાંગ - Gujarat
બનાસકાંઠાઃ સુરત શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ તમામ જિલ્લામાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાની કેટલીક જગ્યા પર જી.ઈ.બીની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ભરચક વિસ્તાર એવા ગાયત્રી મંદિર પાસે અનેક જગ્યાઓ પર જોખમી ડીપી જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ હોસ્પિટલો ધરાવતું સ્થળ ડીસાને ડૉક્ટર હાઉસ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં દરરોજ લાખોની સંખ્યામાં અહીથી લોકોની અવર-જવર થાય છે, ત્યારે સુરતમાં બનેલી ઘટના બાદ પણ ડીસાના વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા ડૉક્ટર હાઉસ પાસે આવેલી અને જોખમી ડીપી હટાવવામાં આવ્યા નથી.
શું વિદ્યુત બોર્ડના અધિકારીઓ સુરત જેવી ડીસામાં પણ બીજી ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. અત્યારે હાલ ડીસાવાસીઓની એક જ માગ છે કે વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ગાયત્રી મંદિર તેમજ ડીસાની બજારોમાં વિવિધ જગ્યાઓ પર લગાવેલા ડીપીઓને તાત્કાલિક હટાવી યોગ્ય જગ્યા પર લગાવવા જોઈએ.